Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાંકરિયાની દીવાન-બલ્લુભાઈ શાળામાં વાલી વર્કશોપ યોજાયો:બાળવર્ગના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન અપાયું

    1 week ago

    કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પૂર્વ પ્રાથમિક શાળામાં બાળવર્ગમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના વાલીઓ માટે માર્ગદર્શન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય બિપીનચંદ્ર પંચાલે શાળાના મૂલ્યો, શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને બાળકના સર્વાંગી વિકાસમાં વાલીઓની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું. વાલીઓને બાળવર્ગના અભ્યાસક્રમ, શૈક્ષણિક પદ્ધતિઓ અને વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. શિક્ષકગણ દ્વારા વિવિધ શૈક્ષણિક સાધનોની મદદથી બાળવર્ગમાં અપાતી શિક્ષણ પદ્ધતિઓનું પ્રત્યક્ષ નિદર્શન કરાયું હતું. ખાસ કરીને, બાળકોને વિવિધ માત્રાના ઉચ્ચાર કઈ રીતે કરવા તે પદ્ધતિ અંગે માહિતી આપી તેનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વર્કશોપ દરમિયાન બાલમંદિરમાં વર્ષભર ઉજવાતા વિવિધ ઉત્સવો, સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હાથ ધરાતી પ્રવૃત્તિઓ અંગે પણ વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત, અભ્યાસક્રમમાં ઉપયોગમાં લેવાતા શૈક્ષણિક સાધનો અને શૈક્ષણિક આયોજન અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય બિપીનચંદ્ર પંચાલ અને વિભાગીય કો-ઓર્ડિનેટર પીનલબહેન રાવળ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન હર્ષદભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ વર્કશોપના આયોજનથી વાલીઓને બાળકોના શિક્ષણ અને વિકાસ પ્રત્યે વધુ સ્પષ્ટતા અને વિશ્વાસ મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભરૂચની એકતા વિદ્યાલયમાં નોટબુક વિતરણ:પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અપાયું
    Next Article
    સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજીને વિશેષ વાઘા, સુવર્ણ હસ્ત-કળશથી શણગાર:પુરુષોત્તમ માસ નિમિત્તે મીઠાઈનો અન્નકૂટ ધરાવાયો, સાંજે રાજોપચાર પૂજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment