Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજીને વિશેષ વાઘા, સુવર્ણ હસ્ત-કળશથી શણગાર:પુરુષોત્તમ માસ નિમિત્તે મીઠાઈનો અન્નકૂટ ધરાવાયો, સાંજે રાજોપચાર પૂજન

    1 week ago

    વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે પવિત્ર ‘અધિક જેઠ માસ’ એટલે કે ‘પુરુષોત્તમ માસ’ અંતર્ગત શનિવાર, 13 જૂન, 2026 ના રોજ દાદાને દિવ્ય વાઘા અને અલંકારોથી સજ્જ ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ શણગાર શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી કરાયો હતો. મંદિરના ગર્ભગૃહને સુવર્ણ આશીર્વાદ આપતા બે વિશાળ સુવર્ણ હસ્ત-કળશના પ્રતીકોથી સુશોભિત કરવામાં આવ્યું હતું. દાદા સમક્ષ વિવિધ પાત્રોમાં પેંડા, બરફી, લાડુ, કાજુ કતરી સહિત અનેક પ્રકારની મીઠાઈઓનો અન્નકૂટ અર્પણ કરાયો હતો. સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી, જ્યારે સવારે 7:00 કલાકે કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી દ્વારા શણગાર આરતી કરાઈ હતી. મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. સાંજે 04:00 થી 07:00 કલાક દરમિયાન દાદાના દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, મંદિરના પટાંગણમાં પવિત્ર અધિકમાસ નિમિત્તે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન 17 મે થી 15 જૂન 2026 સુધી સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6:30 દરમિયાન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    કાંકરિયાની દીવાન-બલ્લુભાઈ શાળામાં વાલી વર્કશોપ યોજાયો:બાળવર્ગના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન અપાયું
    Next Article
    વડોદરાની શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો:સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળાના બાળકોને પર્યાવરણ જાગૃતિ અંગે જાણકારી અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment