Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચની એકતા વિદ્યાલયમાં નોટબુક વિતરણ:પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અપાયું

    1 week ago

    ભરૂચ શહેરમાં એકતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એકતા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે નોટબુક વિતરણ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને વિદ્યાર્થીઓને વધુ મહેનત માટે પ્રેરણા આપવાનો હતો. આ કાર્યક્રમમાં નોટબુક વિતરણ માટે કિસાન વિકાસ સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદસિંહ રાણા, રશીદ ખુશાલ અને શાળાના ટ્રસ્ટી હાફિઝ શેખનો સહયોગ પ્રાપ્ત થયો હતો. અરવિંદસિંહ રાણા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અલી પટેલ, એકતા એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હફીઝ શેખ, ઈલ્યાસ ઘીવાલા, સૈયદ જેનુદ્દીન સૈયદ, યોસીના શેખ તથા શીરીન સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ એકતા વિદ્યાલયની ધોરણ 6 થી 8ની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરીને કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન અરવિંદસિંહ રાણાએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જીવનમાં સફળતા મેળવવા માટે સતત મહેનત, શિસ્ત અને સમર્પણ સાથે અભ્યાસ કરવાની અપીલ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન એકતા વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓ કે જેમણે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં ડિસ્ટિંકશન સાથે સફળતા મેળવી હતી, તેમને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે શાળાના તમામ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. શાળાના ટ્રસ્ટી હાફિઝ શેખના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના સભ્યો, શાળાના આચાર્ય, શિક્ષકગણ અને સ્ટાફે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કાર્યક્રમના સમાપન સમયે વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે ભવિષ્યમાં પણ આવા પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાતા રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    નવસારી LCBએ 17.88 લાખનો દારૂ જપ્ત કર્યો:ચીખલીમાંથી ઇનોવા કાર સાથે 1752 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
    Next Article
    કાંકરિયાની દીવાન-બલ્લુભાઈ શાળામાં વાલી વર્કશોપ યોજાયો:બાળવર્ગના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment