Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી LCBએ 17.88 લાખનો દારૂ જપ્ત કર્યો:ચીખલીમાંથી ઇનોવા કાર સાથે 1752 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

    1 week ago

    નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી રોકવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત, નવસારી LCBએ ચીખલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ અને એક લક્ઝુરિયસ કાર જપ્ત કરી છે. પોલીસે કુલ ₹17.88 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. બાતમીના આધારે પોલીસે વાંદરવેલાથી દોણજા ગામ તરફ જતા રોડ પર વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ઇનોવા ક્રિષ્ટા કાર ત્યાંથી પસાર થતાં પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો. જોકે, આગળ પોલીસની નાકાબંધી જોઈને કારચાલક ગભરાઈ ગયો હતો અને આશરે 300 મીટર દૂર દારૂ ભરેલી કાર મૂકીને ભાગી છૂટ્યો હતો. કાર મૂકીને ભાગી રહેલા ચાલકને પકડવા માટે પોલીસ જવાનોએ તેનો પીછો કર્યો હતો. પરંતુ રાત્રિના અંધારાનો લાભ લઈને બુટલેગર રસ્તાની બાજુમાં આવેલી ઝાડી-ઝાંખરા, શેરડીના ખેતરો અને આંબાવાડીઓમાં થઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી બિનવારસી હાલતમાં મળી આવેલી ઇનોવા કારની તલાશી લેતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી પાસ-પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરના ટીન મળી કુલ 1752 નંગ બોટલો જપ્ત કરી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં દારૂ અને કાર સહિત કુલ ₹17.88 લાખનો મુદ્દામાલનો સમાવેશ થાય છે. આ મામલે LCBએ નાસી છૂટેલા અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ચીખલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે. દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરા એરપોર્ટ પર 15 જૂને ‘યાત્રી સુવિધા દિવસ’ની ઉજવણી:મુસાફરોનું પરંપરાગત શૈલીમાં કરાશે ખાસ સ્વાગત, બ્લડ ડોનેશન અને રક્તદાન કેમ્પનું આયોજન
    Next Article
    ભરૂચની એકતા વિદ્યાલયમાં નોટબુક વિતરણ:પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment