Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ ઉજવાયો:જાગૃતિ કાર્યક્રમો અને સિગ્નેચર કેમ્પેઇન યોજાયા

    1 week ago

    બોટાદ જિલ્લામાં 12 જૂન, વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમો અને સિગ્નેચર કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર હર્ષદ વોરાના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.કે. ભટ્ટ તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એસ.એલ. ડવના નેતૃત્વમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા આ કાર્યક્રમો યોજાયા હતા. આ જાગૃતિ કાર્યક્રમ બોટાદની પ્રાથમિક શાળા નંબર 23ના વિદ્યાર્થીઓ સાથે યોજાયો હતો. જેમાં જિલ્લા મફત કાનૂની સત્તા મંડળના સેક્રેટરી હિનાબેન બ્રહ્મભટ્ટે પોક્સો કાયદા વિશે કાયદાકીય સમજણ આપી હતી. તેમણે બાળકોને શોષણથી બચવા માટે માતા-પિતા સાથે નિઃસંકોચ વાત કરવા પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન, બાળ મજૂરી શું છે અને બાળકોએ બાળ મજૂરી શા માટે ન કરવી જોઈએ તે વિશે માહિતી આપવામાં આવી હતી. બાળ મજૂરી કરાવનાર માલિકને દંડ કે સજા થઈ શકે છે તેની પણ જાણકારી અપાઈ. ડો. હેમાંગીનીબેન આર્યએ બાળ મજૂરોને ઓળખીને તેમને મુક્ત કરાવવા અંગે સમજ આપી. ગોરધનભાઈ મેરે બાળકોને વ્યસનોથી દૂર રહેવા અને નશા મુક્ત ભારતના અભિયાનમાં જોડાવા આહ્વાન કર્યું, સાથે જ નશાકારક પદાર્થોના સેવનથી થતા શારીરિક, માનસિક અને આર્થિક નુકસાન વિશે વિગતવાર સમજાવ્યું. ચાઈલ્ડ હેલ્પલાઈન-1098ના કો-ઓર્ડીનેટર જલ્પાબેન પરમાર, મોનીલભાઈ આંબળીયા, મેહુલભાઈ સોનગરા અને નિરાલીબેન મેરે બાળકોને ચાઈલ્ડ હેલ્પલાઈન વિશે માહિતગાર કર્યા. જીતેન્દ્રભાઈ કારેલીયાએ નશા મુક્ત ભારત અભિયાન અને બાળ મજૂરી મુક્ત ભારત માટે શપથ લેવડાવ્યા હતા. શાળાના આચાર્ય દર્શનભાઈ પટેલ અને સ્ટાફ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, બાળ મજૂરી નાબૂદી માટે બોટાદ બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન ખાતે સિગ્નેચર કેમ્પેઇનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બસ સ્ટેશનના ભરતભાઈ ચાવડા અને ડેપો કર્મચારીઓ, તેમજ રેલ્વે સ્ટેશનના અધિકારીઓ, કર્મચારીઓ, આરપીએફ સ્ટાફ, જીઆરપી ગીતાબેન જોગરાજીયા અને બાળ સુરક્ષા એકમના અરવિંદભાઈ વાઘેલા સહિતના સ્ટાફે મુસાફરોને બાળ મજૂરી વિરોધ દિવસ અંગે માહિતી આપી હતી. કેમ્પેઇન દ્વારા લોકોને જણાવવામાં આવ્યું કે બાળકો અને કિશોરોને કામે રાખવા એ ફોજદારી ગુનો છે, જેના માટે સખત કેદની સજા અને દંડ થઈ શકે છે. લોકોએ આ ઝુંબેશમાં સહયોગ આપી બાળ મજૂરી રોકથામ માટે સંકલ્પ લીધો હતો. આ જાગૃતિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મુળધરાઇ શાળામાં પ્રાકૃતિક કૃષિ સ્પર્ધા યોજાઈ:વિદ્યાર્થીઓએ ઇકો ફ્રેન્ડલી જીવન અને ખેતીનું મહત્વ સમજાવ્યું
    Next Article
    દ્વારકામાં ભાજપનું જનસંપર્ક અભિયાન:જિલ્લા ભાજપ પ્રમુખે શહેરના વિવિધ ઘરોની મુલાકાત લીધી, સરકારની યોજનાઓની માહિતી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment