Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુળધરાઇ શાળામાં પ્રાકૃતિક કૃષિ સ્પર્ધા યોજાઈ:વિદ્યાર્થીઓએ ઇકો ફ્રેન્ડલી જીવન અને ખેતીનું મહત્વ સમજાવ્યું

    1 week ago

    મુળધરાઇ કેન્દ્રવર્તી શાળામાં પ્રાકૃતિક કૃષિ અને ઇકો ફ્રેન્ડલી જીવનશૈલીના મહત્વ અંગે નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. બાળકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ લાવવાના હેતુથી આ સ્પર્ધા યોજાઈ હતી. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ 'પ્રાકૃતિક કૃષિ: સમયની માંગ અને આવતી કાલનું ભવિષ્ય' વિષય પર નિબંધ લેખન કર્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ બાળકો દ્વારા સમાજમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવાનો અને રસાયણોથી થતા પર્યાવરણ પ્રદૂષણ તથા તેની માઠી અસરોથી મુક્ત થવા અંગે જાગૃતિ લાવવાનો હતો. દિપાલીબેન ભટ્ટે આ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 'સુખી તંદુરસ્ત જીવન અને હરિયાળી ધરતીનો આધાર' વિષય પર ઇકો ફ્રેન્ડલી જીવનશૈલી આધારિત ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં ઇકો ફ્રેન્ડલી પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રજ્ઞાબેન પંડ્યાએ ચિત્ર સ્પર્ધા માટે માર્ગદર્શન આપ્યું હતું. શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ સમયની માંગ છે અને ઉજ્જવળ ભવિષ્ય માટે ઓર્ગેનિક ખેતી અનિવાર્ય છે. સ્પર્ધામાં પ્રથમ ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરાયા હતા. શાળાના શિક્ષકો દર્શનભાઈ પંચાલ અને સંજયભાઈ ધંધુકિયાએ પણ પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    દાહોદના બાવકા ગામે જનકલ્યાણ શિબિર યોજાઈ:લાભાર્થીઓને PMJAY કાર્ડનું વિતરણ કરાયું
    Next Article
    બોટાદમાં વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ ઉજવાયો:જાગૃતિ કાર્યક્રમો અને સિગ્નેચર કેમ્પેઇન યોજાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment