Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદના બાવકા ગામે જનકલ્યાણ શિબિર યોજાઈ:લાભાર્થીઓને PMJAY કાર્ડનું વિતરણ કરાયું

    1 week ago

    દાહોદ તાલુકાના બાવકા ગામની પ્રાથમિક શાળા ખાતે એક વિશેષ જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ નાગરિકો સુધી પહોંચાડવા અને આરોગ્ય સેવાઓ ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવાના હેતુથી આ શિબિર યોજાઈ હતી. ધારાસભ્ય મહેન્દ્ર ભાભોરની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) કાર્ડનું વિતરણ કરાયું હતું. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર ઉપરાંત પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કલ્યાણકારી યોજનાઓ અંગે વ્યાપક માહિતી પૂરી પાડવામાં આવી શિબિર દરમિયાન આયુષ્માન ભારત, નમો લક્ષ્મી યોજના અને વય વંદના જેવી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વ્યાપક માહિતી પૂરી પાડવામાં આવી હતી. નાગરિકોને યોજનાઓના લાભ, પાત્રતાના માપદંડ અને અરજી પ્રક્રિયા વિશે માર્ગદર્શન અપાયું હતું. સ્થળ પર જ દસ્તાવેજોની ચકાસણી કરીને નવી નોંધણીની કામગીરી પણ કરાઈ હતી. PMJAY કાર્ડ માટે 48 વ્યક્તિઓની, નમો લક્ષ્મી યોજના માટે 13 અને વય વંદના યોજના માટે 9 ફોર્મ ભરીને અરજી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા સઘન આરોગ્ય તપાસ અને નિદાન સેવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી. શિબિરમાં કુલ 167 વ્યક્તિઓની ઓપીડી તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, 58 વ્યક્તિઓના રક્તશર્કરા (RBS) અને 53 વ્યક્તિઓના બ્લડ પ્રેશરની તપાસ કરી જરૂરી આરોગ્ય સલાહ આપવામાં આવી હતી. ગ્રામજનોએ આ સેવાઓનો લાભ લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રકારના આયોજનથી સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ છેવાડાના ગામડા સુધી પહોંચાડવા સાથે ગ્રામીણ સ્તરે આરોગ્ય જાગૃતિ લાવવામાં પણ મદદ મળી રહી છે. કાર્યક્રમમાં બાવકા તાલુકા પંચાયત સભ્ય, સ્થાનિક સરપંચ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી, ગામના અગ્રણીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આશા વર્કર બહેનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ગામલોકોએ વહીવટી તંત્રની આ કામગીરીને આવકારી હતી.
    Click here to Read More
    Previous Article
    અમૃતસરમાં કોકરોચ જનતા પાર્ટીનું પ્રદર્શન:સ્થાપક અભિજીત દીપકે પહોંચ્યા; કેન્દ્રીય મંત્રી ખટ્ટર બોલ્યા- જે તેમનો સાથ આપશે, તે દેશ વિરુદ્ધ છે
    Next Article
    મુળધરાઇ શાળામાં પ્રાકૃતિક કૃષિ સ્પર્ધા યોજાઈ:વિદ્યાર્થીઓએ ઇકો ફ્રેન્ડલી જીવન અને ખેતીનું મહત્વ સમજાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment