Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકામાં ભાજપનું જનસંપર્ક અભિયાન:જિલ્લા ભાજપ પ્રમુખે શહેરના વિવિધ ઘરોની મુલાકાત લીધી, સરકારની યોજનાઓની માહિતી આપી

    1 week ago

    દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી અને ઈન્દ્રજીતભાઈ પરમાર તેમની ટીમ સાથે દ્વારકામાં જનસંપર્કે પહોંચ્યા હતા. તેમણે 'વિકસિત ભારત સંકલ્પ'નો સંદેશ ઘર-ઘર અને દુકાને-દુકાને પહોંચાડ્યો હતો. આ અભિયાન અંતર્ગત નવું અર્થતંત્ર, નવું ભારત અને નવા આત્મવિશ્વાસ સાથે આત્મનિર્ભર રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો. વિકાસ, આત્મનિર્ભરતા અને એકતાના બળથી દેશને અગ્રણી આર્થિક મહાશક્તિ બનાવવાનો સંદેશ પણ અપાયો. જનસંપર્ક દરમિયાન, વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સૌએ મળીને યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય નવા ભારતના નિર્માણ, રાષ્ટ્રીય સશક્તિકરણ અને આત્મનિર્ભરતાના વિચારોને સરળ અને અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવાનો હતો. આ પ્રસંગે રાષ્ટ્રને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે સૌનો સાથ અને સૌનો સંકલ્પ અનિવાર્ય હોવાનું જણાવાયું.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ ઉજવાયો:જાગૃતિ કાર્યક્રમો અને સિગ્નેચર કેમ્પેઇન યોજાયા
    Next Article
    Sarangpur Hanuman Temple Trade Oppose Live | સારંગપુર ટ્રસ્ટના ટ્રેડમાર્ક નિર્ણય સામે વિરોધ | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment