Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હત્યાના ગુનામાં આરોપીને આજીવન કારાવાસની સજા:પાડોશમાં રહેતા યુવકને પત્ની સાથે આડાસંબંધ હોવાના આક્ષેપ કરી તલવારથી રહેંસી નાખ્યો

    1 सप्ताह पहले

    અમદાવાદના ગોમતીપુર પોલીસ મથકે વર્ષ 2022માં 23 વર્ષીય આરોપી આબિદ ખાન પઠાણ સામે IPC ની કલમ 302 અંતર્ગત હત્યાનો ગુન્હો નોંધાયો હતો. તેનો કેસ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને દોષિત ઠેરવીને આજીવન કારાવાસની સજા ફટકારી છે. આરોપીની પત્ની સાથે મૃતકના આડા સંબંધનો આક્ષેપ કેસને વિગતે જોતા આરોપી અને ફરિયાદી બંને સગામાં થાય છે. બંને એકબીજાના પડોશમાં રહેતા હતા. આરોપીએ ફરિયાદીના દીકરા ઉપર તેની પત્ની સાથે આડા સંબંધ રાખવાના આક્ષેપ સાથે સવારમાં ઝઘડો કર્યો હતો અને તેને પેટમાં તલવાર મારી, ત્યાંથી ભાગી ગયો હતો. કોર્ટે આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી ઘાયલને પેટમાંથી લોહી નીકળતા તેને પેટે દુપટ્ટો બાંધીને રિક્ષામાં શારદાબેન હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જો કે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે 23 સાહેદ અને 18 પુરાવા તપાસીને આરોપીને ઉપરોક્ત સજા ઉપરાંત 11 હજારનો દંડ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    સોનગઢ એકતા નગરમાં ગટરના પાણીની સમસ્યા:રસ્તાઓ પર ગંદુ પાણી રહેવાના લીધે લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ, ચીફ ઓફિસરે કહ્યું, બ્લોક લાઈનોની જગ્યાએ નવી લાઈન નખાશે
    Next Article
    દ્વારકામાં અધિક માસમાં 17 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા:ભક્તોના પ્રવાહમાં સતત વધારો;આગામી ત્રણ દિવસ માટે ઉથાપન દર્શનનો સમય સાંજે 4 વાગ્યાથી શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment