Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકામાં અધિક માસમાં 17 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા:ભક્તોના પ્રવાહમાં સતત વધારો;આગામી ત્રણ દિવસ માટે ઉથાપન દર્શનનો સમય સાંજે 4 વાગ્યાથી શરૂ

    1 week ago

    દ્વારકામાં પવિત્ર પુરુષોત્તમ માસ (અધિક માસ) ચાલી રહ્યો છે. આ માસ દરમિયાન ભગવાન દ્વારકાધીશના દર્શન માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. અત્યાર સુધીમાં 17 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને મંદિર કમિટી દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અધિક માસના કારણે દ્વારકાધીશ ધામનો મહિમા વધ્યો છે, જેના પરિણામે ભક્તોનો પ્રવાહ સતત વધી રહ્યો છે. આ પવિત્ર માસમાં કૃષ્ણ ભક્તો મોટી સંખ્યામાં ભગવાનના દર્શન કરવા આવી રહ્યા છે. મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણે જણાવ્યું હતું કે, યાત્રિકોને વધુ સુવિધા મળે અને તેઓ સરળતાથી દર્શનનો લાભ લઈ શકે તે હેતુથી દર્શન વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત, આગામી ત્રણ દિવસ માટે ઉથાપન દર્શનનો સમય સાંજે 4 વાગ્યે નિર્ધારિત કરવામાં આવ્યો છે. મંદિર કમિટીએ પૂજારીઓને વિશ્વાસમાં લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નવી વ્યવસ્થાથી હજારો કૃષ્ણ ભક્તોને ભગવાન દ્વારકાધીશના વધુ સમય સુધી દર્શન કરવાનો લાભ મળશે. અધિક માસ દરમિયાન સમગ્ર દ્વારકા ભક્તિમય વાતાવરણથી છવાઈ ગયું છે.
    Click here to Read More
    Previous Article
    હત્યાના ગુનામાં આરોપીને આજીવન કારાવાસની સજા:પાડોશમાં રહેતા યુવકને પત્ની સાથે આડાસંબંધ હોવાના આક્ષેપ કરી તલવારથી રહેંસી નાખ્યો
    Next Article
    PM મોદીના 12 વર્ષના શાસનની ભાવનગરમાં ઉજવણી:પ્રગતિપથ યાત્રા, પ્રાકૃતિક ખેતી શિબિર અને યોગ દિવસે ભવ્ય આયોજન, સમરસ હોસ્ટેલમાં મંત્રી જીતુ વાઘાણીએ રસોઈ-શાકભાજીની તપાસ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment