Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીના 12 વર્ષના શાસનની ભાવનગરમાં ઉજવણી:પ્રગતિપથ યાત્રા, પ્રાકૃતિક ખેતી શિબિર અને યોગ દિવસે ભવ્ય આયોજન, સમરસ હોસ્ટેલમાં મંત્રી જીતુ વાઘાણીએ રસોઈ-શાકભાજીની તપાસ કરી

    1 week ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના '12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના' કાર્યક્રમો અંગે માહિતી આપવા જિલ્લા પ્રભારી મંત્રી કૌશિક વેકરીયા અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજી હતી. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં તારીખ 12, 15, 17 અને 19 જૂન દરમિયાન 4 દિવસ 'જનકલ્યાણ શિબિર'નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતની કુલ 40 બેઠક પર આ સેવાસેતુ પ્રકારનો કાર્યક્રમ યોજાશે. જેમાં વધુ બેઠકો ધરાવતા તાલુકાઓમાં એક કરતાં વધુ સીટો ક્લબ કરીને એકસાથે કાર્યક્રમ થશે. પ્રથમ તબક્કામાં 12 જૂનના રોજ 11 જિલ્લા પંચાયત સીટો પર આ શિબિર સફળતાપૂર્વક યોજાઈ ગઈ છે. તો સમરસ હોસ્ટેલમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ રસોઈ અને શાકભાજીની તપાસ કરી હતી. એ સાથે હોસ્ટેલમાં કામ કરતા કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી. પ્રગતિપથ યાત્રાનો આજથી પ્રારંભ આ સાથે જ જિલ્લાના 12 ઉત્કૃષ્ટ સ્થળોને આવરી લેતી 'પ્રગતિપથ યાત્રા'નો પ્રારંભ આજ રોજ 13 જૂનથી થયો છે. રાજ્ય અને જિલ્લા કક્ષાએ બે તબક્કામાં યોજાનારી આ યાત્રા માટે રૂટ, ઇન્ચાર્જ અધિકારીઓ અને ગાઇડની નિમણૂક કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં અંદાજે 40 મહાનુભાવોએ બસ મારફતે આ નિર્ધારિત સ્થળોની મુલાકાત લીધી હતી. 16થી 20 જૂન તાલુકાદીઠ કાર્યક્રમો યોજાશે કૃષિ ક્ષેત્રે જાગૃતિ લાવવા માટે સિહોરના સણોસરા ખાતે આવેલી લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં 'પ્રાકૃતિક ખેતી કાર્યશાળા' યોજાઈ હતી. જેમાં જિલ્લાના વિવિધ ગામોમાંથી 625 યુવા ખેડૂતો અને મહિલાઓએ ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું. આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી અને પશુપાલન જેવા વિવિધ વિભાગો તથા સહકારી કંપનીઓ દ્વારા 20 કૃષિ પ્રદર્શન સ્ટોલ ઊભા કરાયા હતા. આગામી તા. 16 થી 20 જૂન દરમિયાન પણ તાલુકાદીઠ આવા કાર્યક્રમો યોજાશે, જેમાં 5થી 10 સ્ટોલ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું જીવંત માર્ગદર્શન અપાશે. 21 જૂને પીએમ, સીએમના સંબોધનનું લાઈવ ટેલિકાસ્ટ કરાશે 21 જૂને 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી "સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ" થીમ પર કરવામાં આવશે. આ અંતર્ગત મહાનગરપાલિકા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ સીદસર રોડ પર સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ શિહોરના છાપરી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ ઉપરાંત જિલ્લાની શાળાઓ, કોલેજો, જેલ, પોલીસ સ્ટેશન અને આરોગ્ય કેન્દ્રો પર પણ યોગ દિવસ ઉજવાશે. આ કાર્યક્રમમાં દિવ્યાંગો, મેડિકલ એસોસિએશનના સભ્યો, રમત-ગમત અને સાંસ્કૃતિક મંડળોને જોડાવા અનુરોધ કરાયો છે. આ પ્રસંગે વડાપ્રધાન અને મુખ્યમંત્રીના સંબોધનનું લાઈવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવશે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વિવિધ તાલુકાઓમાં જાગૃતિ રેલી, પ્લાસ્ટિક એકત્રીકરણ, જળાશયો-જાહેર પ્લોટોની સફાઈ અને ડ્રેનેજ સફાઈ જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં ધાર્મિક-જાહેર સ્થળોની સફાઈ, સ્વચ્છતાના શપથ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંગે લોકોને જાગૃત કરાશે. આ પત્રકાર પરિષદમાં ધારાસભ્ય સેજલબેન પંડ્યા, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા, કલેક્ટર ડો. મનીષ કુમાર બંસલ, મ્યુનિસિપલ કમિશનર ડો. નરેન્દ્રકુમાર મીના તેમજ સ્થાનિક પદાધિકારીઓ અને મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    દ્વારકામાં અધિક માસમાં 17 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા:ભક્તોના પ્રવાહમાં સતત વધારો;આગામી ત્રણ દિવસ માટે ઉથાપન દર્શનનો સમય સાંજે 4 વાગ્યાથી શરૂ
    Next Article
    Gujarat Breaking News | 4 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Breaking News | News of The Day

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment