Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢ એકતા નગરમાં ગટરના પાણીની સમસ્યા:રસ્તાઓ પર ગંદુ પાણી રહેવાના લીધે લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ, ચીફ ઓફિસરે કહ્યું, બ્લોક લાઈનોની જગ્યાએ નવી લાઈન નખાશે

    1 week ago

    સોનગઢના એકતા નગરમાં ગટરના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ડ્રેનેજ લાઇન ચોકઅપ થવાને કારણે ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળ્યું છે, જેનાથી સ્થાનિક રહીશો પરેશાન છે અને તેમના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ સમસ્યા સામાન્ય દિવસોમાં પણ જોવા મળે છે, પરંતુ વરસાદી દિવસોમાં તે વધુ ગંભીર બને છે. વરસાદી પાણી અને ગટરના ગંદા પાણીનું મિશ્રણ થવાથી ઘરોમાં રહેવું પણ મુશ્કેલ બની જાય છે. અગાઉ નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી, પરંતુ તે માત્ર કામચલાઉ સાબિત થઈ છે. તંત્ર કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું છે. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં, પાલિકાતંત્ર કાયમી સમાધાન માટે ગંભીરતા દાખવી રહ્યું નથી. એકતા નગરના રહીશો સોનગઢ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ તાત્કાલિક સ્થળ મુલાકાત લે અને ગટર લાઇનનું રિપેરિંગ કરી કાયમી ઉકેલ લાવે તેવી માંગ કરી રહ્યા છે. વધુમાં નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે જ્યાં લાઇન બ્લોક થાય છે, ત્યાં જરૂર જણાશે તો નગરપાલિકા દ્વારા લાઇન પણ બદલવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    એન્જિનિયરિંગ છોડી અંજનાબેને મશરૂમની ખેતી અપનાવી:તાપીમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી 6,000 ચોરસ ફૂટમાં સફળતા મેળવી
    Next Article
    હત્યાના ગુનામાં આરોપીને આજીવન કારાવાસની સજા:પાડોશમાં રહેતા યુવકને પત્ની સાથે આડાસંબંધ હોવાના આક્ષેપ કરી તલવારથી રહેંસી નાખ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment