Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી:ભાજપના ઉમેદવાર 6000થી વધુ મતોથી આગળ, બપોર પહેલા જ હાર-જીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે

    5 days ago

    વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર 30 જુલાઈએ યોજાયેલી પેટાચૂંટણીની આજે(3 ઓગસ્ટ) મતગણતરી ચાલી રહી છે. 37.05 ટકા જેવા નબળા મતદાન બાદ આજે ભાજપ, કોંગ્રેસ સહિત ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે. 19 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. ઓછું મતદાન થયું હોવાથી કોંગ્રેસ પણ જીતવાની આશા રાખી રહ્યું છે. તો ભાજપ ફરી એકવાર બેઠક કરજે કરવા માટે તત્પર છે. બપોર સુધીમાં હારજીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. માંજલપુર વિધાનસભાની ચાર રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. ચોથા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર સતેન્દ્ર પટેલને 3596 મત મળ્યા તો કોંગ્રેસના ભીખા રબારીને 1133 મત મળ્યા છે. ભાજપના ઉમેદવાર 6000થી વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે. 19 રાઊન્ડમાં મતગણતરી હાથ ધરાશે ​મતગણતરી કેન્દ્ર ખાતે મતોની ગણતરી માટે કુલ 14 ઈવીએમ મશીનો અને 1 પોસ્ટલ બેલેટના કાઉન્ટિંગ ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. 260 મતદાન મથકોના મતોની ગણતરી 14+1(પોસ્ટલ બેલેટ)ટેબલો પર તબક્કાવાર કુલ 19 રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવશે. સવારે 8 વાગ્યે સર્વપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાઈ હતી, ત્યારબાદ ઈ.વી.એમ.ના મતોની ગણતરી શરૂ કરવામાં આવી છે. 200 કર્મચારીઓ મતગણતરીમાં જોડાયા વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. અનિલ ધામેલીયાના માર્ગદર્શન હેઠળ મતગણતરી કામગીરી માટે 42 ગણતરી સ્ટાફ તથા દરેક ટેબલ દીઠ સુપરવિઝન માટે 42 માઇક્રો ઓબ્ઝર્વર્સની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત, ચૂંટણી સંચાલનને લગતી અન્ય કામગીરી માટે 200 જેટલા અન્ય ચૂંટણી સ્ટાફના કર્મચારીઓની નિણણૂંક કરાઈ છે. ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત જનરલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર અને એક્સપેન્ડીચર ઓબ્ઝર્વરના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરાશે. ​મતગણતરી કેન્દ્ર ખાતે ચુસ્ત ત્રિસ્તરીય સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે 200થી વધુ પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    SBI Probationary Officer Cut Off 2026: Check Expected Category-Wise Prelims Marks
    Next Article
    અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા ટ્રાફિક પ્લાનિંગ સેલની રચના:ડિઝાઇનથી લઈને દબાણો દૂર કરવાની કામગીરી થશે, AMC પ્લાનિંગ કરશે તો પોલીસ અમલ કરાવશે?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment