Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા ટ્રાફિક પ્લાનિંગ સેલની રચના:ડિઝાઇનથી લઈને દબાણો દૂર કરવાની કામગીરી થશે, AMC પ્લાનિંગ કરશે તો પોલીસ અમલ કરાવશે?

    5 days ago

    અમદાવાદમાં વધતી જતી વસ્તી અને વાહનોની સંખ્યાને કારણે તેમજ મોટાભાગના લોકોમાં ટ્રાફિક સેન્સ અને ટ્રાફિક અંગેની જાગૃતિના અભાવને કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની ગઈ છે. નાના ચાર રસ્તા ઉપર પણ જો થોડીવાર વાહન ઊભા રહી જાય તો ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ જાય છે ત્યારે શહેરમાં ટ્રાફિકની સમસ્યા, વાહન પાર્કિંગની મુશ્કેલી દૂર કરવા તેમજ ટ્રાફિક સાઇનેજ સહિતની કામગીરી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિક પ્લાનીંગ સેલની રચના કરવામાં આવી છે. અધિકારીઓ-કર્મચારીઓ મળીને 40 લોકોનો પ્લાનિંગ સેલ બનાવાયો રોડ પર દબાણના કારણે થતા ટ્રાફિકને દૂર કરવા એસ્ટેટ વિભાગ તેમજ અલગ અલગ જગ્યા પર ટ્રાફિક સિગ્નલ બનાવવા અને CCTV કેમેરાની મદદથી લોકોને દંડ ફટકારવા સહિતની હવે કામગીરી માટે અલગ અલગ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ મળી 40 લોકોનો પ્લાનિંગ સેલ બનાવાયો છે. પ્લાનિંગ સેલ ટ્રાફિક દૂર કરવા માટે તમામ પ્લાનિંગ તૈયાર કરશે. જોકે કોર્પોરેશન પાસે માત્ર કામગીરી કેવી રીતે કરવી જોઈએ તેનું પ્લાનિંગ થશે. AMC પ્લાનિંગ કરશે તો ટ્રાફિક પોલીસ અમલ કરાવશે? પરંતુ ખાસ અમલ ટ્રાફિક પોલીસને કરાવવાનો હોય છે ત્યારે ટ્રાફિક પોલીસ આવા પ્લાનિંગ સેલ દ્વારા કરવામાં આવતા પ્લાનિંગ પર અમલ કરશે કે કેમ તેને લઈને સવાલ છે. કારણ કે કોર્પોરેશનના પ્લાનિંગ સામે ટ્રાફિક પોલીસ પોતાનું જ અલગથી પ્લાનિંગ કરીને કોર્પોરેશનને અમલ કરવા માટે કહેતું હોય છે. ત્યારે હવે આ સેલ દ્વારા આપવામાં આવતા સૂચન ટ્રાફિક પોલીસ માન્ય રાખી અમલ કરાવશે કે કેમ તેના પર સવાલ છે. મોટાભાગની કામગીરી કોન્ટ્રાક્ટર આધારિત હોવાથી રામભરોસે! મળતી માહિતી મુજબ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે લોકોમાં પણ ટ્રાફિકની સેન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. સુચારૂ ટ્રાફિક મેનેજમેન્ટ માટે લેફ્ટ ટર્ન ફ્રી, ટ્રાફિક સાઇનેજ, ઝીબ્રા ક્રોસિંગ, બમ્પ, ટ્રાફિક સિગ્નલ અને છેલ્લે દબાણો હટાવવા સહિત અનેક પ્રકારની કામગીરી કરવા માટે છેલ્લા કેટલાય સમયથી કમિશનર સૂચનાઓ આપતાં રહે છે, પરંતુ મોટાભાગની કામગીરી કોન્ટ્રાક્ટર આધારિત હોવાથી તેમજ અધિકારીઓ ઉપર વધારાની જવાબદારીઓ હોવાથી ટ્રાફિક અંગેની કામગીરીમાં વધુ ધ્યાન આપી શકાતું નહોતું. પ્લાનિંગ સેલ ડેપ્યુટી મ્યુનિ. કમિશનરની સીધી દેખરેખ કામગીરી કરશે ટ્રાફિક પ્લાનિંગ વિભાગમાં માત્ર એક જ એન્જિનિયર અને બીજા ત્રણ અધિકારી કર્મચારીઓ કામ કરી રહ્યા હતા, ત્યારે હવે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ટ્રાફિક પ્લાનિંગ સેલની રચના કરી છે. ટ્રાફિક-પ્રોજેક્ટ, એસ્ટેટ, ઈ- ગવર્નન્સ, નાણા અને પબ્લિસિટી વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની સીધી દેખરેખ હેઠળ 40 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ વધારાની જવાબદારી સાથે પ્લાનિંગ સેલમાં મૂકવામાં આવ્યા છે. એક એડિશનલ સિટી ઇજનેર બે ડેપ્યુટી સીટી ઇજનેર અને આસિસ્ટન્ટ ઇજનેર સહિતના અધિકારીઓ અને એસ્ટેટ વિભાગના ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. ગેરકાયદે પાર્કિંગ સહિતની પ્રવૃત્તિને અટકાવાની જવાબદારી એસ્ટેટ ખાતાની મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, વધતા જતા ટ્રાફિકની સમસ્યાને ઘટાડવા માટે યોગ્ય પ્લાનિંગ કરવું જરૂરી છે જેથી રોડ ખુલ્લા કરવા, લેફ્ટ ટર્ન ફ્રી, સાઈનેજ વગેરેની કામગીરી તેમજ ટ્રાફિક માટે જવાબદાર રોડ ઉપર દબાણો ના થાય, કોમર્શિયલ બિલ્ડીંગો અને રહેણાંક બિલ્ડીંગોમાં આવતાં મુલાકાતીઓને રોડ ઉપર પાર્કિંગ કરાવવા જેવી ગેરકાયદે પ્રવૃત્તિને અટકાવવાની જવાબદારી એસ્ટેટ ખાતાની છે. જેથી એસ્ટેટ વિભાગની ટ્રાફિક પ્લાનિંગ સેલમાં વધુ જવાબદારી છે. જેથી ટ્રાફિક પ્લાનિંગ સેલ દ્વારા હવે જ્યાં વધુ દબાણ અને ટ્રાફિક થતા હશે ત્યાં કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી:ભાજપના ઉમેદવાર 6000થી વધુ મતોથી આગળ, બપોર પહેલા જ હાર-જીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે
    Next Article
    માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી, સતિષ પટેલ 9877 મતથી આગળ:પહેલા રાઉન્ડથી જ ભાજપ ઉમેદવાર લીડમાં, કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીને 6104 મત મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment