Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નારી સુરક્ષા અને સ્વાભિમાનની મિસાલ:ગાંધીનગરનું સખી વન સ્ટોપ સેન્ટર એક હજારથી વધુ મહિલાઓનો સહારો બન્યું, મુશ્કેલ સમયમાં આશ્રય આપી સહાય કરી

    13 hours ago

    ગાંધીનગરના સેક્ટર-12 ખાતે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ઓડિટોરિયમ હોલની પાછળ કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર મુશ્કેલીમાં ઘેરાયેલી મહિલાઓ માટે આશાનું મોટું કિરણ બન્યું છે. આ સેન્ટર દ્વારા અત્યાર સુધી એક હજારથી વધુ પીડિત મહિલાઓ અને બાળકીઓને એક જ જગ્યાએ તાત્કાલિક મદદ અને સહાય પૂરી પાડીને રક્ષણકવચ પૂરું પાડવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 1048 પીડિત મહિલાઓના કેસ નોંધાયા મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હસ્તકના ગાંધીનગરના સખી વન સ્ટોપ સેન્ટરની 1 જાન્યુઆરી 2020ના રોજ શરૂઆત થઈ હતી. આ કેન્દ્રમાં અત્યાર સુધીમાં કુલ 1048 પીડિત મહિલાઓના કેસ નોંધાયા છે. આ કેસોની વિગતો જોઈએ તો તેમાં ઘરેલુ હિંસાના 738 કેસ, બળાત્કારના 80 કેસ, ગુમ થયેલી મહિલાઓના 128 કેસ, બાળલગ્નના 3 કેસ, બાળકો સામે થયેલી જાતીય હિંસાના 2 કેસ, બાળમજૂરીનો 1 કેસ, બાળ ભિક્ષાવૃત્તિના 2 કેસ અને અન્ય પ્રકારના 94 કેસોનો સમાવેશ થાય છે. પીડિતાઓને તમામ સહાય પૂરી પડાઈ આ તમામ નોંધાયેલા કેસોમાં પીડિતાઓને મુશ્કેલીમાંથી બહાર લાવવા માટે સેન્ટર દ્વારા તમામ પ્રકારની મદદ પૂરી પાડવામાં આવી હતી .જેમાં તમામ 1048 મહિલાઓને કાઉન્સેલિંગ સહાય, 603ને રહેવા માટે આશ્રય, 345ને તબીબી સારવાર અને 306 કેસોમાં પોલીસ સહાયનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 552 કેસોનું સફળતાપૂર્વક સમાધાન આ કેન્દ્ર પીડિત મહિલાઓને ન્યાય અપાવવા અને તેમના પુનર્વસન માટે ખૂબ જ મહત્વનું સાબિત થયું છે. સેન્ટરની યોગ્ય કામગીરીના કારણે અત્યાર સુધીમાં 552 કેસોનું સફળતાપૂર્વક સમાધાન કરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત 43 મહિલાઓ પોતાની મરજીથી લેખિત સંમતિ આપીને સેન્ટર પરથી ઘરે પરત ફરી છે. જરૂરિયાત મુજબ 3 મહિલાઓને પી.બી.એસ.સી. અને 17 મહિલાઓને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવી છે. 230 કેસોમાં વિવિધ સામાજિક સંસ્થાઓની મદદ લેવાઈ જ્યારે 18 જટિલ કેસો પોલીસ વિભાગને સોંપાયા છે અને 230 કેસોમાં વિવિધ સામાજિક સંસ્થાઓની મદદ લેવાઈ છે. બાળકીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને 181 બાળકીઓને ચાઇલ્ડ વેલ્ફેર કમિટીને સોંપવામાં આવી છે.જ્યારે હાલમાં 4 કેસોમાં પ્રક્રિયા ચાલુ છે. પીડિતાઓ સમાજમાં ફરી સન્માનભેર જીવી શકે તે માટે પ્રયાસ ગાંધીનગરના સખી વન સ્ટોપ સેન્ટરમાં પીડિત મહિલાઓ અને બાળકીઓને એક જ જગ્યાએ તબીબી સારવાર, કાનૂની મદદ, પોલીસ સહાય, કાઉન્સેલિંગ અને રહેવા માટે અસ્થાયી આશ્રય જેવી તમામ સુવિધાઓ પૂરી પાડીને તેમને ન્યાય સાથે સમાજમાં ફરી સન્માનભેર જીવવાનું કાર્ય સતત કરવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદને આગામી સમયમાં નવો આઉટર રિંગ રોડ મળશે:લોજિસ્ટિક ઝોન વધવાની શક્યતા, હાલના SP રિંગ રોડને 2200 કરોડના ખર્ચે મોટો કરવાનું કામ 2027માં પૂર્ણ થશે
    Next Article
    એન્જિનિયરિંગ છોડી અંજનાબેને મશરૂમની ખેતી અપનાવી:તાપીમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી 6,000 ચોરસ ફૂટમાં સફળતા મેળવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment