Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદને આગામી સમયમાં નવો આઉટર રિંગ રોડ મળશે:લોજિસ્ટિક ઝોન વધવાની શક્યતા, હાલના SP રિંગ રોડને 2200 કરોડના ખર્ચે મોટો કરવાનું કામ 2027માં પૂર્ણ થશે

    21 hours ago

    જો તમે ગુજરાતના કોઇપણ ખૂણેથી અમદાવાદ આવતા હો અને તમને ટ્રાફિક જામમાં ફસાવાની ચિંતા હોય તો હવે તમારે એ ચિંતા કરવાની જરૂર નથી. અમદાવાદમાં રોજબરોજ બનતા અકસ્માતો ઘટાડવા તેમજ લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવવા માટે નવો રિંગ રોડ બનાવાશે. જ્યારે હાલમાં 2200 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદમાં રિંગ રોડના ત્રીજા અને આખરી તબક્કાનું કામ શરુ કરાયું છે. જે ડિસેમ્બર, 2027 સુધીમાં પૂરૂં થવાની શક્યતાઓ છે. આમાં વિવિધ પ્રકારની સુવિધાઓ હશે. નાગરિકોને ટ્રાફિકના ભારણમાંથી મુક્તિ મળે તે પ્રકારનું આયોજન છે. રોજ અહીંથી પસાર થઇ રહેલા એક લાખ વાહનોની સુરક્ષાનું પણ ધ્યાન રખાયું છે. નવા આઉટર રિંગ રોડમાં જે ગામનો સમાવેશ થઇ શકે તેના નામ નીચેના ગ્રાફિક્સમાં આપ્યા છે. ઔડાએ ડીપીમાં પ્રસ્તાવ મૂક્યો નવો રિંગ રોડ બનાવાથી અનેક ગામડાંઓનો વિકાસ થશે. 300 ફૂટનો આઉટર રિંગ રોડ બનાવવા માટે ઔડાએ તેની નવી 10 વર્ષીય વિકાસ યોજના (DP)માં પ્રસ્તાવ મૂક્યો છે. આ રોડ 9 ગામોમાંથી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના અંતરે પસાર થાય છે. ઔડા વિસ્તારનો નવો ડીપી બનાવવાની કાર્યવાહી પણ હાથ ધરાઇ છે. હાલમાં ઔડામાં સમાવિષ્ટ ગામોના વિસ્તારને આધાર તરીકે લઇને તેને ધ્યાનમાં રાખીને જ આગળ વધવાનું નક્કી કરાયું છે. જમીન સંપાદનનો પ્રશ્ન નહીં રહે ઔડાના સત્તાવાર સૂત્રો જણાવે છે કે, નવો રિંગ રોડ બનાવવા માટે જમીન સંપાદન કરવાની જરૂર નહીં પડે. કેમકે નવા આઉટર રિંગ રોડનો પ્લાન બની ગયા બાદ આ વિસ્તારોમાં ટીપી મૂકી દેવાશે. જેથી ઔડાને ટીપીની કપાતમાં તમામ જગ્યાએથી 40% જમીન આપોઆપ મળી રહેશે. જેથી જમીનના સંપાદનનો અબજો રૂપિયાનો ખર્ચ પણ નહીં કરવો પડે. ટોચના અધિકારીઓ કશું બોલવા માગતા નથી આ અંગે સરકારના શહેરી વિકાસ ખાતાના ટોચના અધિકારીઓ મગનું નામ મરી પાડવા માગતા નથી. તેઓ એવું કહીને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યાં છે કે ઔડા નવા રિંગ રોડનો પ્લાન બનાવીને મંજૂરી માટે અમને મોકલે ત્યાર બાદ અમે આ અંગે આગળની કાર્યવાહી કરીશું. અત્યારે સરકારનો કોઇ જ રોલ નથી. હાલમાં અમારી પાસે નવા રિંગ રોડની કોઇ વિગતો નથી. લોજિસ્ટિક ઝોન વધવાની શક્યતા નવો રિંગ રોડ થવાની સાથે લોજિસ્ટિક વધવાની શક્યતાઓ છે કારણ કે દિલ્હી-મુંબઇ ફ્રેટ કોરિડોરનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. ગોધાવી ગામ પાસે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની લાઇન જુદી પડશે. આથી હાલમાં ડીપીમાં ગોધાવી આસપાસના નિધરાડ સહિતના ગામોમાં લોજિસ્ટિક ઝોન મૂકાયેલા છે. શક્યતા છે કે લોજિસ્ટિકની વધુ જરૂર રહે ત્યારે લોજિસ્ટિક પાર્ક પણ બની શકે છે. જેના કારણે આવનારા સમયમાં ભારે માલવાહક વાહનોને પણ જોઇએ તે પ્રમાણે માટે યોગ્ય રોડ રસ્તાઓ ઉપલબ્ધ થઇ શકે છે. પ્રથમ તબક્કાનું કામ 2002માં શરુ થયું અમદાવાદનો સતત વિકાસ થઇ રહ્યો હોવાથી અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળે સરદાર પટેલ રિંગ રોડનો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો. જેમાં કુલ 3 તબક્કા રખાયા હતા. પ્રથમ તબક્કાનું કામ 2005માં પૂરું થયું હતું. જેમાં 76 કિલોમીટરની લંબાઇમાં 2 લેન અને મુખ્ય સ્ટ્રક્ચર માટે 4 લેનનો સમાવેશ કરાયો હતો. વાહનચાલકો ખૂબ જ સરળતાથી આવ-જા કરી શકે તેવી વ્યવસ્થા કરાઇ હતી. ભવિષ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને રિંગ રોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવાયું હતું. બીજા તબક્કાનું કામ 2005માં ચાલુ થયું અને 2007માં પૂરું થયું 2005માં રિંગ રોડના બીજા તબક્કાનું કામ શરુ કરાયું હતું અને 2007માં પૂરું કરાયું હતું.જેમાં 2 લેનને 4 લેનમાં રૂપાંતરિત કરાયા હતા. બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર મોડેલ હેઠળ 20 વર્ષના સમયગાળા માટે આ કામ કરાયું હતું. એસ.પી. રિંગ રોડને લગભગ ડબલ કરાશે હાલનો સરદાર પટેલ રિંગ રોડ 6 નેશનલ હાઇવે અને 11 સ્ટેટ હાઇવે સાથે જોડાયેલો છે. જે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને અમદાવાદ સાથે જોડે છે. સરદાર પટેલ રિંગ રોડ 60 મીટર પહોળો અને 76 કિમી લાંબો છે. ઉપરાંત તેમાં 8.50 મીટર પહોળાઇ ધરાવતા 2 મુખ્ય રસ્તા છે. જેમાં ચાર માર્ગીય ટ્રાફિક વહન થાય છે. 7 મીટર પહોળાઇ ધરાવતા 2 સર્વિસ રોડ સાથે મધ્યમાં સ્ટ્રીટ લાઇટ છે. સરદાર પટેલ રિંગ રોડ પર અત્યારે 10 ફ્લાયઓવર, 2 રિવર ઓવર બ્રિજ, 2 રેલવે ઓવર બ્રિજ અને 2 અંડરપાસ છે. જ્યારે અન્ય 11 જંક્શન પર નવા ફ્લાય ઓવર અને અંડરપાસનું બાંધકામ ચાલી રહ્યું છે. જે પૂરું થયા બાદ વાહનચાલકો વિના અવરોધે નીકળી શકશે. આ રિંગ રોડની આસપાસના વિસ્તારોને ગ્રીન કોરિડોરમાં ફેરવવા માટે વૃક્ષારોપણ કરાયું છે. વરસાદી પાણીના નિકાલ માટે પમ્પિંગ સ્ટેશન બનશે હાલમાં ભારે વરસાદની સ્થિતિમાં એસ.પી. રિંગ રોડ પર કેટલાક સ્થળોએ પાણી ભરાઇ જાય છે. જેનો જલ્દીથી નિકાલ થતો નથી અને વાહનચાલકો પાણીમાં ફસાઇ જાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે તંત્રએ કમર કસી છે. વરસાદી પાણીના નિકાલ માટે પણ સોલિડ વ્યવસ્થા કરાઇ છે. જેમાં કન્ટુર સર્વેના આધારે ડિઝાઇન તૈયાર કરાઇ છે. AMC, GMC અને GUDA સાથે સંકલન કરાશે અને પાણીના નિકાલ માટે જરૂરી નાના પમ્પિંગ સ્ટેશન પણ ઊભા કરાશે. SP રિંગ રોડના 51 કિ.મી. પર ટુ અને થ્રી વ્હીલર્સ માટે પ્રતિબંધ એસ.પી.રિંગ રોડ પર હાલના ગ્રેડ સેપરેટરો તથા નિર્માણાધીન ભાગોને બાદ કરતાં આશરે 51 કિ.મી. અસરકારક લંબાઇનું કાર્ય કરાશે. 60 મીટરથી 94 મીટર સુધીનો રાઇટ ઓફ વેનો ઉપયોગ કરી વિકસિત કરાશે. જેમાં મુખ્ય માર્ગ તરીકે 6 લેનનું ફ્લેક્સિબલ પેવમેન્ટ સાથેનું કેરેજ વે રહેશે. આ માર્ગ સંપૂર્ણપણે એક્સેસ કન્ટ્રોલ આધારિત રહેશે. જેમાં મુખ્ય માર્ગ (6 લેન) પર ટુ વ્હીલર અને થ્રી વ્હીલર્સ નહીં ચલાવી શકાય. રિંગ રોડ પર કુલ 7 ટોલ પ્લાઝા દ્રારા ઔડા જ ટેક્સ ઉઘરાવશે સર્વિસ રોડ, મુખ્ય માર્ગની બન્ને તરફ 3 તથા 4 લેનના વિકલ્પ સાથે વિકસાવાશે. સમગ્ર રિંગ રોડની બહારની બાજુ યુટિલિટી કોરિડોર તથા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરાશે. ફ્લાય ઓવર બ્રિજ, રોડ અંડર બ્રિજ, ગ્રેડ સેપરેટર અને ફૂટ ઓવર બ્રિજ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાશે. સાથે સાથે પાણી અને કચરાના નિકાલની પણ વ્યવસ્થા ગોઠવાઇ છે. રિંગ રોડ ઉપર કુલ 7 ટોલ પ્લાઝા ઊભા કરાયા છે. જેમાં વાહનચાલકો પાસેથી ટોલ ટેક્સ ઉઘરાવવાનું કામ પણ ઔડાનું તંત્ર જ કરશે. આ આવકમાંથી રિંગ રોડનું કામ કરનારી બન્ને એજન્સીઓને નક્કી થયેલા કરાર મુજબની રકમ ચૂકવાશે.
    Click here to Read More
    Previous Article
    બ્રિટનમાં સોશિયલ મીડિયા પર ટુંક સમયમાં પ્રતિબંધ:16 વર્ષથી નાની ઉંમરના બાળકોની પહોંચ મર્યાદિત કરવા પર વિચાર, 76% લોકો સમર્થનમાં
    Next Article
    નારી સુરક્ષા અને સ્વાભિમાનની મિસાલ:ગાંધીનગરનું સખી વન સ્ટોપ સેન્ટર એક હજારથી વધુ મહિલાઓનો સહારો બન્યું, મુશ્કેલ સમયમાં આશ્રય આપી સહાય કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment