Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રીક્ષા હટાવવા બાબતે વિવાદ:યુવકને જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહ્યા, ઘોઘારોડ પોલીસ મથકમાં શખસ સામે પોલીસ ફરિયાદ દાખલ

    6 days ago

    ભાવનગરના ઘોઘારોડ વિસ્તારમાં રિક્ષા હટાવી લેવાની બાબતે ચાલકે યુવકને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો. જેને લઈ યુવકે શખસ સામે ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રિક્ષા હટાવી લેવાનું કહેતા મામલો ઉગ્ર બન્યો શહેરના ઘોઘારોડ ગૌશાળા વિસ્તારમાં એકલવ્ય સોસાયટીમાં એક જર્જરીત ઓરડાનું રિનોવેશન કામ ચાલી રહ્યું હતું. કામ દરમિયાન ઓરડાની બાજુમાં પાર્ક કરેલી રીક્ષાને નુકસાન ન થાય તે માટે, ત્યાં રહેતા વિજયભાઈ રાઠોડે રીક્ષાના માલિક મુન્ના મધુભાઈ બારૈયાને રીક્ષા દૂર લેવા જણાવ્યું હતું. આ બાબતે મુન્નાના બનેવીએ રીક્ષા ત્યાંથી હટાવી લીધી હતી. જ્ઞાતિ પ્રત્યે અપમાન કરતા પોલીસ ફરિયાદ જોકે, ત્યારબાદ મુન્ના બારૈયા ત્યાં આવી પહોંચ્યો હતો અને રીક્ષા હટાવવા જેવી નજીવી બાબતે વિજયભાઈને તેમની જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહીને અપમાનિત કર્યા હતા. આ ઘટનાને પગલે આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા અને વાતાવરણ તંગ બની ગયું હતું. વિજયભાઈએ તાત્કાલિક 112 ઈમરજન્સી સેવામાં ફોન કરતાં આરોપી મુન્ના બારૈયા ત્યાંથી ભાગી ગયો હતો. આ મામલે ઘોઘારોડ પોલીસે આરોપી સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (એટ્રોસિટી એક્ટ) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં મહિલાએ એક સાથે 3 બાળકોને જન્મ આપ્યો:હાઈ રિસ્ક કેસમાં સફળ સિઝેરિયન, ત્રણેય શિશુઓ તંદુરસ્ત; ડોક્ટરે કહ્યું, "8000 કેસમાં આવો એક કેસ બને છે"
    Next Article
    13 વર્ષથી ફરાર મર્ડરના 2 આરોપી પશ્ચિમ બંગાળથી ઝડપાયા:ચીખલીમાં સાથી મજૂરની હત્યા કેસમાં LCB ટૂરિસ્ટ બની ત્રાટકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment