Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં મહિલાએ એક સાથે 3 બાળકોને જન્મ આપ્યો:હાઈ રિસ્ક કેસમાં સફળ સિઝેરિયન, ત્રણેય શિશુઓ તંદુરસ્ત; ડોક્ટરે કહ્યું, "8000 કેસમાં આવો એક કેસ બને છે"

    6 days ago

    પાટણ શહેરની જાણીતી જનતા હોસ્પિટલ ખાતે તાજેતરમાં એક અત્યંત જટિલ અને દુર્લભ પ્રસૂતિના કેસને સફળતાપૂર્વક ઉકેલીને તબીબોએ નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ થયેલી એક ગર્ભવતી મહિલાએ એકસાથે ત્રણ તંદુરસ્ત પુત્રોને જન્મ આપ્યો છે. જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉ. મિહિર દવે અને તેમની નિષ્ણાત તબીબી ટીમની કુશળતાના કારણે આ ઉચ્ચ જોખમ ધરાવતા કેસમાં મોટી સફળતા મળી છે. ઇમરજન્સીની સ્થિતિમાં ડોક્ટરે તાત્કાલિક સિઝેરિયન કરવાનો નિર્ણય લીધો જનતા હોસ્પિટલમાં જ્યારે આ ગર્ભવતી મહિલાને લાવવામાં આવ્યા ત્યારે કેસ ઘણો જ ગંભીર અને જોખમી હતો. મહિલાની નાજુક તબિયત અને કેસની જટિલતાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડૉ. મિહિર દવે અને તેમની ટીમે સમય ગુમાવ્યા વિના તાત્કાલિક સિઝેરિયન કરવાનો મહત્વનો નિર્ણય લીધો હતો. ત્રણેય નવજાત શિશુઓ સંપૂર્ણપણે સલામત અને તંદુરસ્ત આ ઓપરેશન અત્યંત પડકારજનક હતું, પરંતુ ડૉ. મિહિર દવેના લાંબા અનુભવ અને તબીબી ટીમની સજ્જતાને કારણે સમગ્ર પ્રક્રિયા ખૂબ જ કુશળતા અને સાવચેતીપૂર્વક પાર પાડવામાં આવી હતી. તબીબોની ભારે જહેમત અને સચોટ આયોજનના અંતે મહિલાએ એકસાથે ત્રણ બાળકોને સફળતાપૂર્વક જન્મ આપ્યો હતો. ડિલિવરીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડૉક્ટર્સ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, જન્મેલા ત્રણેય નવજાત શિશુઓ સંપૂર્ણપણે સલામત અને તંદુરસ્ત છે. આ સાથે જ બાળકોની માતાની તબિયત પણ સ્થિર અને સારી છે. 8000 કેસમાં આવો એક કેસ બને છે : ડૉ.મિહિર દવે આ મહિલાનું સિઝેરિયન કરનાર ગાયનેકોલોજિસ્ટ ડૉ. મિહિર દવેએ કહ્યું કે આ મહિલા માનપુરની છે અને ગામના સરપંચ દ્વારા એમને અહીં રિફર કરવામાં આવ્યાં હતા. દર્દીની આર્થિક સ્થિતિ નબળી હોવાના લીધે સરપંચનો એવો આગ્રહ હતો કે એને PMJAY અંતર્ગત સારવાર કરવામાં આવે. બીજો એક એવો આગ્રહ હતો કે એને ત્રણ બાળકો હોવાથી, ત્રણ બાળકો અને માતા બંને સ્વસ્થ રહે એટલા માટે ખૂબ સઘન સારવાર મળી રહે તે અંતર્ગત અહીં એમને લાવવામાં આવ્યા હતા. જનતા હોસ્પિટલ ખાતે આપણે ગાયનેક અને પીડિયાટ્રિક બંનેની ખૂબ જ સારી સારવાર મળી રહે છે, તેથી તેમને અહીં ડિલિવરી માટે લાવવામાં આવ્યા હતા. ડિલિવરી પહેલા જ પીડિયાટ્રિક વિભાગને આની જાણ કરી દેવામાં આવી હતી. જેથી કરી એને ડિલિવરી પછી જો ઈમરજન્સીમાં નવજાતોને આઈસીયુમાં રાખવા પડે તો એના માટેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી હતી. પીડિયાટ્રિક વિભાગને ખડે પગે તૈયાર રાખવામાં આવ્યો હતો. ઉપરાંત બ્લડ બેંક અને એનેસ્થેસિયા વિભાગ અને સંપૂર્ણ ઓપરેશન થિયેટરની ટીમ આના માટે ખડે પગે તૈયાર હતી. ડિલિવરી પહેલાની સફળતાપૂર્વકની ટ્રીટમેન્ટના કારણે કોઈપણ બાળકને ICU રાખવાની જરૂરત પડી નથી. જોકે તેમાં એનેસ્થેસિયા વિભાગ અને પીડિયાટ્રિક વિભાગે ખૂબ જ મોટો રોલ ભજવેલ છે. તેમજ ગાયનેક વિભાગ દ્વારા પણ ખૂબ જ સફળતાપૂર્વક આ ઓપરેશન કરી અને માતા અને બાળકોને ત્રીજા-ચોથા દિવસે જ રજા આપવામાં આવી હતી. હાલમાં ત્રણેય બાળકો અને માતા સંપૂર્ણ સ્વસ્થ છે. આ પ્રકારની ડિલિવરીઓમાં પહેલા 8000 કેસમાં આવો કેસ જોવા મળતો હતો, હવે IVF આવી જતાં મોટાભાગે 800-900 ડિલિવરીએ એક કેસ આવો જોવા મળે છે. અને આ પ્રકારની ડિલિવરીમાં પીડિયાટ્રિક, એનેસ્થેસિયા તેમજ ગાયનેક વિભાગની સફળ સારવાર અને એક્સપિરિયન્સ ટીમની બહુ જ જરૂર હોય છે. એના માટેની અમે પૂરતી તકેદારીઓ રાખેલી હતી. જેથી કરીને માતા અને બાળકોને અમે સંપૂર્ણ સ્વસ્થતા સાથે રજા આપી શકીએ. જનતા હોસ્પિટલની સિદ્ધિઓમાં વધુ એક છોગું હાલમાં માતા અને ત્રણેય નવજાત બાળકો હોસ્પિટલના સ્પેશિયલ સ્ટાફની સીધી દેખરેખ હેઠળ છે. આ ઓપરેશનને સફળ બનાવવામાં માત્ર ડૉક્ટર્સ જ નહીં, પરંતુ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ અને સહયોગી કર્મચારીઓએ પણ રાત-દિવસ એક કરીને મહત્વનું યોગદાન આપ્યું છે. જનતા હોસ્પિટલની આધુનિક તબીબી સુવિધાઓ આ કેસમાં આશીર્વાદરૂપ સાબિત થઈ. ડૉ. મિહિર દવેની કર્તવ્યનિષ્ઠા અને હોસ્પિટલ મેનેજમેન્ટની સજ્જતા ફરી એકવાર સાબિત થઈ છે. એકસાથે ત્રણ બાળકોના જન્મ જેવા હાઈ-રિસ્ક કેસને સફળતાપૂર્વક હેન્ડલ કરીને પાટણની જનતા હોસ્પિટલે આરોગ્ય ક્ષેત્રે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે અને હોસ્પિટલના ગૌરવમાં વધુ એક સુવર્ણ પંખ ઉમેર્યું છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચની ફોરમ 'ધ શો જુનિયર'માં વિજેતા બની:સુરતના કોસંબામાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં શાનદાર પરફોર્મન્સ, નિર્ણાયકોના દિલ જીતી લીધા
    Next Article
    રીક્ષા હટાવવા બાબતે વિવાદ:યુવકને જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહ્યા, ઘોઘારોડ પોલીસ મથકમાં શખસ સામે પોલીસ ફરિયાદ દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment