Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    13 વર્ષથી ફરાર મર્ડરના 2 આરોપી પશ્ચિમ બંગાળથી ઝડપાયા:ચીખલીમાં સાથી મજૂરની હત્યા કેસમાં LCB ટૂરિસ્ટ બની ત્રાટકી

    6 days ago

    રાજ્યમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. LCB ટીમે 13 વર્ષથી ફરાર ચીખલી પોલીસ સ્ટેશનના મર્ડર કેસના બે આરોપીઓને પશ્ચિમ બંગાળથી ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ વિરુદ્ધ કોર્ટ દ્વારા સી.આર.પી.સી કલમ 70 હેઠળ વોરંટ પણ ઇશ્યુ કરાયું હતું. આ ઘટના સને 2013માં બની હતી. સને 2012થી નવસારી જિલ્લામાં 'કાનમીયા એકવા પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપની દ્વારા અલગ-અલગ જગ્યાએ તળાવો ભાડે રાખી માછલી ઉછેરનો વ્યવસાય કરવામાં આવતો હતો. આ કામ માટે પશ્ચિમ બંગાળથી આશરે 20 જેટલા મજૂરો લાવવામાં આવ્યા હતા. વર્ષ 2013માં, આ મજૂરોમાંથી ચારને ચીખલી તાલુકાના દેગામ ગ્રામ પંચાયતના તળાવ પર રાખવામાં આવ્યા હતા. તેઓ ત્યાં જ પતરાના શેડમાં રહેતા અને માછલી ઉછેરનું કામ કરતા હતા. તારીખ 23 જુલાઈ 2013ના રોજ, દેગામ તળાવ પર કામ કરતા મજૂરો વચ્ચે કોઈ કારણસર ઉગ્ર ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન ગોપાલ બાસુ મોડક, બિપલોપ જુગલ મંડી અને રાબીલાલ કેશદી હસદા નામના ત્રણ શખ્સોએ એકસંપ થઈને તેમના સાથી મજૂર દેવુ સંતોષ સંતરાને લાકડાના ફટકા અને અન્ય હથિયારો વડે મોઢા અને હાથના ભાગે ગંભીર માર માર્યો હતો. આ જીવલેણ હુમલામાં દેવુ સંતરાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યા બાદ ત્રણેય આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ મામલે ચીખલી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. નવસારી LCBના હેડ કોન્સ્ટેબલ લાલુસિંહ ભરતસિંહ, કોન્સ્ટેબલ મનોજ સમાધાનભાઇ અને કુલદીપસિંહ વિક્રમસિંહને બાતમી મળી હતી કે મર્ડર કેસના આરોપીઓ હાલ પશ્ચિમ બંગાળમાં તેમના વતન ખાતે છુપાયેલા છે. આ બાતમીના આધારે પીએસઆઈ એસ.વી. ચોસલાની આગેવાનીમાં એક વિશેષ ટીમ પશ્ચિમ બંગાળ રવાના કરવામાં આવી હતી. સ્થાનિક વિસ્તારમાં તેમની ઓળખ છતી ન થાય તે માટે પોલીસકર્મીઓ 'ટૂરિસ્ટ' (પ્રવાસી) બનીને ફરતા હતા. આખરે, વોચ ગોઠવીને બંને આરોપીઓને તેમના વતનના ગામમાંથી સફળતાપૂર્વક ઝડપી લેવામાં આવ્યા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં રાબીલાલ હાસદા અને બિપલોબ મંડીનો સમાવેશ થાય છે. આ કેસનો અન્ય એક આરોપી ગોપાલ બાસુ મોડક હજુ પણ ફરાર છે, જેને પકડવા માટે પોલીસે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રીક્ષા હટાવવા બાબતે વિવાદ:યુવકને જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહ્યા, ઘોઘારોડ પોલીસ મથકમાં શખસ સામે પોલીસ ફરિયાદ દાખલ
    Next Article
    મોરબી ભાજપ કાર્યાલયે વિકસિત ભારત સંકલ્પ સંમેલન:પ્રભારી મંત્રી ત્રિકમ છાંગા, રાજ્યમંત્રી કાંતિ અમૃતિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment