Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી ભાજપ કાર્યાલયે વિકસિત ભારત સંકલ્પ સંમેલન:પ્રભારી મંત્રી ત્રિકમ છાંગા, રાજ્યમંત્રી કાંતિ અમૃતિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

    6 days ago

    મોરબી જિલ્લા ભાજપના કમલમ કાર્યાલય ખાતે આજે 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી, રાજ્ય મંત્રી, સાંસદ, પૂર્વ મંત્રીઓ અને પૂર્વ સાંસદ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સનાળા ગામ પાસે આવેલા ભાજપના કમલમ કાર્યાલય ખાતે યોજાયેલા આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય 'અવિરત 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ'ના સૂત્ર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા ૧૨ વર્ષમાં થયેલા વિકાસ કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓની ચર્ચા કરવાનો હતો. આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન દેશના છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવેલી સુવિધાઓ અને વિવિધ યોજનાઓના લાભો વિશે ભાજપના કાર્યકર્તાઓને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનની કાર્યપ્રણાલીમાંથી પ્રેરણા લઈને કાર્યકર્તાઓ કામ કરશે તો ભવિષ્યમાં સારા પરિણામો મળશે. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમ છાંગા, રાજ્યમંત્રી કાંતિ અમૃતિયા, કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, મોરબી જિલ્લા ભાજપના પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબીના મેયર ઉત્તમભાઈ સુરાણી, પ્રદેશ ભાજપના સહકોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યો જીતુભાઈ સોમાણી, દુર્લભજીભાઈ દેથરીયા અને મેઘજીભાઈ ચાવડા, જિલ્લા ભાજપના મહામંત્રીઓ નિર્મલભાઈ જારીયા, તપનભાઈ દવે અને ચતુરભાઈ મકવાણા, પૂર્વ મંત્રીઓ બ્રિજેશભાઈ મેરજા અને જયંતીભાઈ કવાડિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓએ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને અત્યાર સુધીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળની કામગીરીને યાદ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વડાપ્રધાનની ઝડપી અને લોક સુખાકારી વધારવાની કામગીરીમાંથી પ્રેરણા લઈને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ કામ કરશે તો લોકોની સુખ-સુવિધાઓમાં ચોક્કસ વધારો થશે અને સકારાત્મક પરિણામો પ્રાપ્ત થશે.
    Click here to Read More
    Previous Article
    13 વર્ષથી ફરાર મર્ડરના 2 આરોપી પશ્ચિમ બંગાળથી ઝડપાયા:ચીખલીમાં સાથી મજૂરની હત્યા કેસમાં LCB ટૂરિસ્ટ બની ત્રાટકી
    Next Article
    India Monsoon Forecast News | દેશમાં ચોમાસાને લઈને મોટા સમાચાર | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment