Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમરસ હોસ્ટેલમાં મંત્રી રસોઈ અને શાકભાજી તપાસ્યા:જનકલ્યાણ શિબિર, પ્રગતિપથ યાત્રા, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા તેમજ વિશ્વ યોગ દિવસ સહિતનાં કાર્યક્રમોથી અવગત કરાયા

    6 days ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના" કાર્યક્રમો અંગે માહિતગાર કરવા પત્રકાર પરિષદ યોજી જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિક વેકરીયા અને કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ વિગતવાર માહિતી આપી હતી. જનકલ્યાણ શિબિર ભાવનગર જિલ્લામાં કુલ-4 દિવસ તા.12, 15, 17, 19 જુન દરમિયાન જિલ્લા પંચાયતની કુલ-40 સીટ પર સેવાસેતુ પ્રકારનો કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે જે તે તાલુકામાં સમાવિષ્ટ જિલ્લા પંચાયતની સીટ અન્વયે જે તાલુકામાં 4 થી વધુ સીટો આવેલ છે ત્યાં એક દિવસે એક કરતા વધુ સીટો કલબ કરી, એક સાથે યોજવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પ્રથમ તબકકામાં તા.12 જુન ના રોજ જિલ્લાની કુલ- 11 જિલ્લા પંચાયત સીટો પર જન કલ્યાણ શિબિર યોજાઈ. પ્રગતિપથ યાત્રા કુલ-2 તબકકામાં 2 લેવલ- રાજય સ્તરે / જિલ્લા સ્તરે યોજાશે. જેમાં જિલ્લાના કુલ-12 ઉત્કૃષ્ટ સ્થળોની યાદી પ્રભારી મંત્રી સાથે પરામર્શ કરી તૈયાર કરેલ છે જેનો રૂટ તૈયાર કરવામાં આવેલ છે જે અંગે સ્થળદીઠ ઈન્ચાર્જ / લાયઝન અધિકારી તથા ગાઈડની નિમણૂક કરવામાં આવેલ છે. પ્રગતિપથ યાત્રા આજરોજ તા.13/6 ના રોજ પ્રસ્થાન કર્યું હતું. જે અંગે જિલ્લા કક્ષાના પ્રથમ તબકકામાં કુલ-40 જેટલા મહાનુભાવો બસ મારફતે રૂટ મુજબના સ્થળોની મુલાકાત લીધી હતી. જિલ્લા સ્તરે પ્રાકૃતિક ખેતી કાર્યશાળા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, મુ. સણોસરા, તા.સિહોર ખાતે યોજાઇ હતી. આ કાર્યશાળામાં જીલ્લાના જુદાજુદા ગામોમાંથી 625 યુવા ખેડૂતો ભાઈનો અને મહિલાઓ (પ્રાકૃતિક કૃષિ કરતા અને ના કરતા હોય તેવા બંને પ્રકારના) હાજર રહીને પ્રાકૃતિક કૃષિનું માર્ગદર્શન મેળવ્યું હતું. આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી, બાગાયત, પશુપાલન વિભાગ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુદી જુદી સરકારી/સહકારી ખાતર કંપનીઓ, અને પ્રાકૃતિક કૃષિ ની ઉપજ કરતા ખેડૂતોના અંદાજે 20 જેટલા સ્ટોલ દ્વારા કૃષિ પ્રદર્શન પણ યોજવામાં આવેલ હતા. વધુમાં, તા.16/6/2026 થી 20/6/2026 દરમિયાન જિલ્લામાં તાલુકાદીઠ એક-એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં અંદાજિત 5 થી 10 સ્ટોલ દ્વારા કૃષિ પ્રદર્શન રાખવામાં આવશે. તેમજ તાલુકાના જુદાજુદા ગામોમાંથી યુવા ખેડૂતો ભાઈનો અને મહિલાઓ ને પ્રાકૃતિક કૃષિનું માર્ગદર્શન આપવામાં આવશે. વિશ્વ યોગ દિવસ તા.21 ના રોજ વિશ્વ યોગ દિન નિમિતે મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, સીદસર રોડ, ભાવનગર ખાતે યોજવાનું આયોજન કરેલ છે. જયારે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ છાપરી ક્રિકેટ ગ્રાઉન્ડ, શિહોર ખાતે યોજવામાં આવશે. જેની થીમ "સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ" રહેશે. ઉપરાંત ભાવનગર જિલ્લા, તાલુકા, નગરપાલિકા, ગ્રામ્ય, શાળા, કોલેજ, અન્ય સ્વેચ્છિક સંસ્થાઓ, ભાવનગર જિલ્લા જેલ, પોલીસ સ્ટેશન, સી.એચ.સી. અને પી.એચ.સી.આરોગ્ય કેન્દ્ર તથા જિલ્લાના આઇકોનીક સ્થળો પર તમામ કક્ષાએ યોગ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જિલ્લાના દિવ્યાંગો, ઇન્ડિયન મેડીકલ એસોશિએશનના સભ્યો અને ભાવનગર જિલ્લાની સ્વેચ્છીક સંસ્થાઓ, રમત-ગમત મંડળો, સાંસ્કૃતિક મંડળો તેમજ યોગ સાથે સંકળાયેલા લોકો પણ જિલ્લાકક્ષાની યોગ દિવસ ઉજવણીમાં ભાગ લેવા અનુરોધ-કરવામાં આવે છે. પ્રધાનમંત્રી તથા રાજ્યકક્ષાના યોગ દિવસ ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું સંબોધનનું લાઈવ ટેલીકાસ્ટ પણ સમગ્ર ગુજરાતમાં થનાર છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભાવનગર તરફથી જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં સ્વચ્છતા અંગે અલગ અલગ કાર્યક્રમો નકકી કરવામાં આવેલ છે જે મુજબ સ્વચ્છતા જાગૃતિ રેલી, પ્લાસ્ટીક એકત્રીકરણ, જળાશયો અને ખુલ્લા પ્લોટની સફાઈ, ડ્રેનેજ સફાઈ અને શેરી-રસ્તા અને જાહેર સ્થળોની સફાઈ કરવામાં આવેલ છે તેમજ આગામી દિવસોમાં જાહેર સંસ્થાઓ અને ધાર્મિક જગ્યાઓમાં સફાઈ, સ્વચ્છતા શપથ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો અંગે જાણકારી આપવામાં આવશે. આ તકે ધારાસભ્ય સેજલબેન પંડ્યા, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા, જિલ્લા કલેક્ટર ડો.મનીષ કુમાર બંસલ, મહાનગરપાલિકા કમિશનર ડો.નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, મેયર ઉષાબેન તલરેજા, ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશનભાઈ મહેતા, આગેવાન કુમાર શાહ, દિગ્વિજયસિંહ ગોહિલ તેમજ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ચોમાસા પર અલનીનોની અસર રહેશે, વરસાદ ઓછો પડશે:આજે 13 જિલ્લામાં આગાહી, 16 જૂનથી વરસાદનું જોર વધશે; MPમાં વાવાઝોડાથી 4નાં મોત
    Next Article
    મંત્રીઓએ મોરબીમાં મેડિકલ કોલેજ, રાણીબાગની મુલાકાત લીધી:વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરી અધિકારીઓને માર્ગદર્શન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment