Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંત્રીઓએ મોરબીમાં મેડિકલ કોલેજ, રાણીબાગની મુલાકાત લીધી:વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરી અધિકારીઓને માર્ગદર્શન આપ્યું

    6 days ago

    મોરબી જિલ્લામાં '12 વર્ષ: વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના' અભિયાન હેઠળ 'પ્રગતિ પથ યાત્રા' યોજાઈ હતી. આ યાત્રાના ભાગરૂપે જિલ્લાના પ્રભારી મંત્રી અને ઉચ્ચ તથા તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગા તેમજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિવિધ વિકાસ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી. મંત્રીઓએ સૌપ્રથમ મોરબીમાં નિર્માણાધીન GMERS મેડિકલ કોલેજ કેમ્પસની મુલાકાત લીધી હતી. તેમણે મુખ્ય કેમ્પસ, આધુનિક સુવિધાઓથી સજ્જ લેક્ચર હોલ અને પ્રગતિ હેઠળના વિવિધ વિભાગોની કામગીરીનું નિરીક્ષણ કર્યું. ઉપસ્થિત અધિકારીઓને ગુણવત્તાસભર અને સમયસર કામગીરી પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે મેડિકલ કોલેજ પરિસરમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું. ત્યારબાદ મંત્રીઓએ મણિમંદિર પરિસરમાં વિકસિત થઈ રહેલા 'રાણીબાગ' પ્રોજેક્ટનું સ્થળ નિરીક્ષણ કર્યું. તેમણે ડેવલપમેન્ટ પ્લાનની સમીક્ષા કરી કલાત્મક, પર્યટન અને નાગરિક સુવિધાઓને વધુ સશક્ત બનાવવા માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું. મંત્રીઓએ મણિમંદિર અને ત્યાં આવેલા મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મેયર ઉત્તમ સુરાણી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, મહાનગરપાલિકા કમિશનર સંગીતા રૈયાણી, નાયબ કમિશનર સંજય સોની, GMERS મેડિકલ કોલેજના ડીન ડૉ. બિશ્વાસ અને સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. દુધરેજીયા સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સમરસ હોસ્ટેલમાં મંત્રી રસોઈ અને શાકભાજી તપાસ્યા:જનકલ્યાણ શિબિર, પ્રગતિપથ યાત્રા, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા તેમજ વિશ્વ યોગ દિવસ સહિતનાં કાર્યક્રમોથી અવગત કરાયા
    Next Article
    ભરૂચની ફોરમ 'ધ શો જુનિયર'માં વિજેતા બની:સુરતના કોસંબામાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં શાનદાર પરફોર્મન્સ, નિર્ણાયકોના દિલ જીતી લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment