Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોમાસા પર અલનીનોની અસર રહેશે, વરસાદ ઓછો પડશે:આજે 13 જિલ્લામાં આગાહી, 16 જૂનથી વરસાદનું જોર વધશે; MPમાં વાવાઝોડાથી 4નાં મોત

    6 दिन पहले

    ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમીનું જોર સતત પ્રકોપ વર્તાવી રહ્યું છે. હાલમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી ગરમ સાથે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42.7°C નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતાં 3°C વધુ છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન દ્વારકામાં 33.6°C નોંધાયું હતું. છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર ગુજરાત ક્ષેત્ર, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યુંં. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લામાં શુક્રવારે વાવાઝોડા-વરસાદને કારણે થયેલા અકસ્માતોમાં 4 લોકોના મોત થયા. તેમાંથી 3 એક જ પરિવારના હતા. તો યુપીના હાથરસમાં કોતવાલી સદરમાં પાણી ભરાઈ ગયું. રસ્તાઓ ડૂબી ગયા. શનિવારે સવારે લખનઉમાં ભારે વાવાઝોડું આવ્યું, દિવસ દરમિયાન અંધારું છવાઈ ગયું. ગુજરાત સિવાયના બાકીના તમામ રાજ્યોમાં પ્રી-મોન્સૂનની અસર છે. રાજસ્થાનમાં શુક્રવારે અલવર, કોટપુતલી-બહરોડ, શ્રીગંગાનગરમાં વરસાદ સાથે કરા પડ્યા. ચોમાસા પર અલનીનોની અસર રહેશે, 13થી 19 જૂન વરસાદની આગાહી હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, આ વર્ષે અલનીનોની અસર ચોમાસા ઉપર રહેશે, જેના કારણે વરસાદ ઓછો વરસશે.દક્ષિણ ગુજરાતના આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં ઉત્તર હરિયાણા અને તેની આસપાસના વિસ્તારોમાં 3.1 કિમીથી 4.5 કિમીની ઊંચાઈ વચ્ચે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેની સાથે એક ટ્રફ જોડાયેલો છે. આ જ સાયક્લોનિક સર્ક્યુલેશનથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ થઈને ગેંગેટિક પશ્ચિમ બંગાળ સુધી સમુદ્ર સપાટીથી એક સીઝનલ ટ્રફ લંબાયેલો છે. આ હવામાન એક્ટિવિટીની અસરને લીધે આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હવામાન બદલાશે. ખાસ કરીને 13થી 19 જૂન દરમિયાન ગુજરાત પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. પ્રથમ દિવસે (13 જૂન) ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં તેમજ દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, વલસાડ અને નવસારી જેવા જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, પ્રથમ દિવસે અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા દિવસે પણ હળવો વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગળના દિવસોમાં પણ વરસાદની અપેક્ષા છે. આગામી સાત દિવસ સુધી મહત્તમ તાપમાન યથાવત્ રહેવાની ધારણા છે. પવનની સ્થિતિ જોતાં, હાલમાં રાજ્યના નીચલા સ્તરોમાં દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તીવ્ર પ્રેશર ગ્રેડિયન્ટ હોવાને લીધે પવનની ગતિ થોડી વધુ રહેશે, જેમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી 15થી 20 નોટ્સની ઝડપે પવન ફૂંકાશે અને તે વધીને 25 નોટ્સ સુધી પહોંચી શકે છે. 15 જૂન આસપાસ ચોમાસું ગુજરાત પહોંચશે ચોમાસું હાલમાં મહારાષ્ટ્રના કેટલાક ભાગો સુધી પહોંચી ગયું છે અને તે કર્ણાટક, તેલંગાણા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ તથા ઓડિશા તરફ આગળ વધી રહ્યું છે. આગામી બે-ત્રણ દિવસમાં તે કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના વધુ વિસ્તારોને આવરી લેશે. ગુજરાતમાં ચોમાસાની સામાન્ય શરૂઆતની 15 જૂન છે, તેથી મહારાષ્ટ્રમાં ચોમાસાની પ્રગતિ થયા બાદ આગામી દિવસોમાં તે ગુજરાતમાં પણ સમયસર પહોંચે તેવી શક્યતા છે. અમદાવાદનું વાતાવરણ કેવું રહેશે? અમદાવાદ શહેરની વાત કરીએ તો, આગામી દિવસોમાં આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેવાની સંભાવના છે. મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કિનારાના વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા ગરમીથી થોડી રાહત મળી શકે છે. આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી ચોમાસાની હાલની સ્થિતિ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દેશના અન્ય ભાગોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ચોમાસું સમગ્ર ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી, પશ્ચિમ બંગાળ અને બિહારના કેટલાક વધુ ભાગો તેમજ ઓડિશા અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે. આગામી 2થી 3 દિવસ દરમિયાન ચોમાસું મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના વધુ વિસ્તારોમાં આગળ વધે તે માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. હાલમાં ગુજરાતના વાતાવરણમાં નીચલા સ્તરે મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પણ વાંચો… એકધારો 4-5 ઇંચ વરસાદ અને પછી બ્રેક!:ગુજરાતના ચોમાસામાં વિઘ્ન નાખશે અલનીનો હવામાન વિભાગે આ વખતે અલનીનોના કારણે વરસાદની 8% ઘટ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. ચિંતાજનક વાત તો એ છે કે અલનીનો મજબૂત થતાં મધ્ય ચોમાસા પર તેની ગંભીર અસર થઇ શકે છે. ભારતીય હવામાન વિભાગે આ વખતે આખા ભારતમાં 92% વરસાદનું અનુમાન કર્યું છે, જેથી 8%ની ઘટ રહી શકે છે. આ ઘટમાંથી ગુજરાત પણ બાકાત નહીં રહે. મધ્ય ગુજરાત સહિત ઉત્તર ભારત અને ઉત્તર-પશ્વિમ ભારત પર તેની અસર જોવા મળી શકે છે. આ વર્ષે કેરલમમાં 4 જૂનના રોજ ચોમાસાનું આગમન થયું છે. ચોમાસાની ગતિ સામાન્ય ચાલી રહી છે પણ કેટલાક સંજોગોમાં એવું બનતું હોય છે અને બન્યું પણ છે કે ચોમાસું મુંબઇ કાંઠે આવીને અટકી જતું હોય છે. વાંચો સંપૂર્ણ સમાચાર MPમાં વાવાઝોડા-વરસાદથી 4નાં મોત; UPના હાથરસમાં રસ્તાઓ ડૂબી ગયા, લખનઉમાં દિવસે અંધારું છવાયું દિલ્હીમાં શનિવારે સવારે વરસાદને કારણે ઘણી ફ્લાઇટ્સ મોડી પડી. ઇન્ડિગો એરલાઇન્સે X પર પોસ્ટ કરીને જણાવ્યું કે- ખરાબ હવામાનને કારણે ફ્લાઇટ્સના સમય પર અસર પડી છે. અમે હવામાન પર સતત નજર રાખી રહ્યા છીએ. મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લામાં શુક્રવારે વાવાઝોડા-વરસાદને કારણે થયેલા અકસ્માતોમાં 4 લોકોના મોત થયા. તેમાંથી 3 એક જ પરિવારના હતા. તો યુપીના હાથરસમાં કોતવાલી સદરમાં પાણી ભરાઈ ગયું. રસ્તાઓ ડૂબી ગયા. શનિવારે સવારે લખનઉમાં ભારે વાવાઝોડું આવ્યું, દિવસ દરમિયાન અંધારું છવાઈ ગયું. આજે 54 જિલ્લાઓમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ છે. 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે. ગુજરાત સિવાયના બાકીના તમામ રાજ્યોમાં પ્રી-મોન્સૂનની અસર છે. રાજસ્થાનમાં શુક્રવારે અલવર, કોટપુતલી-બહરોડ, શ્રીગંગાનગરમાં વરસાદ સાથે કરા પડ્યા. મોન્સૂનની ઝારખંડ અને ઓડિશાના કેટલાક ભાગોમાં એન્ટ્રી થઈ ગઈ છે. આગામી 3 દિવસમાં મોન્સૂન છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ પહોંચવાની સંભાવના છે. 4 જૂને કેરળમાં દસ્તક આપ્યા બાદ મોન્સૂન 9 દિવસમાં 19 રાજ્યો સુધી પહોંચી ચૂક્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    ‘નરસિંહ મહેતા-સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગર યુનિ.માં વિદ્યાર્થીઓને પાસ કરાવી દેવાનું સેટિંગ’:જૂનાગઢમાં ગુજરાત એજ્યુકેશનના સંચાલકે કબૂલ્યુ; દિવ્ય ભાસ્કરના સ્ટિંગ બાદ શિક્ષણમંત્રીના તપાસના આદેશ
    Next Article
    સમરસ હોસ્ટેલમાં મંત્રી રસોઈ અને શાકભાજી તપાસ્યા:જનકલ્યાણ શિબિર, પ્રગતિપથ યાત્રા, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા તેમજ વિશ્વ યોગ દિવસ સહિતનાં કાર્યક્રમોથી અવગત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment