Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરસાગર તળાવમાં ફરી માછલીઓના મોતથી ચકચાર:લાખોના ઓક્સિજન પ્લાન્ટ ફેલ જતાં વિપક્ષે ઉઠાવ્યા સવાલો, અગાઉ ગોત્રી અને સમા તળાવમાં પણ મોત થયા હતા

    6 दिन पहले

    વડોદરા શહેરની મધ્યમાં સુરસાગર તળાવમાં ફરી એકવાર અચાનક જ ખૂબ મોટી સંખ્યામાં માછલીઓના સામૂહિક મોત થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને તળાવની જાળવણીની પોલ ખુલ્લી પડી ગઈ છે. કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા આ અંગે કોર્પોરેશનની કામગીરી ઉપર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ઓક્સિજનનું સ્તર જાળવવા લાખોનો ખર્ચ એળે ગયો? તળાવમાં માછલીઓના જીવ બચાવવા અને પાણીમાં ઓક્સિજનનું યોગ્ય સ્તર જાળવી રાખવાના હેતુથી પાલિકા દ્વારા લાખો રૂપિયાના માતબર ખર્ચે ખાસ ઓક્સિજન પ્લાન્ટ અને એરેટર્સ સ્થાપિત કરવામાં આવ્યા હતા. જો કે, આટલો મોટો આર્થિક ખર્ચ કર્યા બાદ પણ માછલીઓ સતત મરી રહી હોવાથી આ કરોડોનો પ્રોજેક્ટ માત્ર કાગળ પર અથવા શોભાના ગાંઠિયા સમાન સાબિત થયો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. કોંગ્રેસના કોર્પોરેટરોએ તળાવની મુલાકાત લીધી તળાવની સપાટી પર તરતી મૃત માછલીઓની દુર્ગંધને કારણે આસપાસના રહીશો અને મુલાકાતીઓ પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ ગંભીર અને સંવેદનશીલ ઘટનાની જાણ થતાં જ શહેર કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવે સુરસાગર તળાવની તાત્કાલિક મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તળાવના કિનારે અને પાણીની સપાટી પર સેંકડોની સંખ્યામાં મૃત માછલીઓ તરતી જોવા મળી હતી. જેને જોઈને કોર્પોરેટરોએ તંત્રની ઘોર બેદરકારી સામે અત્યંત આક્રોશ અને નારાજગી વ્યક્ત કરી હતી. કોર્પોરેશનની કામગીરી સામે વિપક્ષે સવાલ ઉઠાવ્યા વિપક્ષી નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, પ્રજાના ટેક્સના લાખો રૂપિયા આ ઓક્સિજન પ્લાન્ટ પાછળ આંધણ કરવામાં આવ્યા છે, તેમ છતાં તેનો કોઈ પ્રાયોગિક લાભ તળાવના જળચર જીવોને મળી રહ્યો નથી. કાં તો આ પ્લાન્ટ બંધ હાલતમાં છે અથવા તો તેની ટેકનિકલ ગુણવત્તા અત્યંત નબળી છે. પ્રોજેક્ટના અમલીકરણમાં અને તેની નિયમિત જાળવણીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ગુનાહિત બેદરકારી દાખવવામાં આવી રહી છે, જેના કારણે મૂંગા જળચર જીવો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. અગાઉ ગોત્રી તળાવમાં પણ માછલાંના મોત થયા હતા તો સમા તળાવમાં ગઈકાલે જ માછલાંના મોતથી સ્થાનિક રહીશો પરેશાન થઈ ગયા હતા. તળાવના પાણીના સેમ્પલ લઈને તેની લેબોરેટરી તપાસ કરવા માગ વિપક્ષના કોર્પોરેટરોએ જણાવ્યું કે, પાલિકાના આરોગ્ય અને હાઈડ્રોલિક વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સુરસાગર તળાવના પાણીના સેમ્પલ લઈને તેની લેબોરેટરીમાં તપાસ કરાવવી જોઈએ, જેથી પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે અને કોઈ ઝેરી કેમિકલ કે ડ્રેનેજનું પાણી ભળ્યું છે કે નહીં તેની સત્યતા બહાર આવી શકે. આ સાથે જ માછલીઓના મોત પાછળના સાચા ટેકનિકલ કારણો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. સ્થાનિક નાગરિકો પણ વારંવાર બનતી આ પ્રકારની ઘટનાઓથી ચિંતિત છે અને સુરસાગર તળાવના પર્યાવરણ તેમજ જૈવવિવિધતાને કાયમી ધોરણે બચાવવા માટે વડોદરા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સખત અને અસરકારક પગલા લેવામાં આવે તેમ ઈચ્છી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુર-આબુરોડ હાઇવે પર કાર અકસ્માત:પુત્રનું મોત, પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત; કાર ડિવાઇડર સાથે અથડાઈને પલટી મારી ગઈ
    Next Article
    જામનગર શહેર ભાજપની લિફ્ટ ખોટકાતાં વૃદ્ધ ફસાયા:ઓફિસમાં ફરજ બજાવતાં કાંતિ ઝાલાએ લિફ્ટ લોક થતાં બૂમાબૂમ કરી મૂકી, ફાયરબ્રિગેડે રેસ્ક્યૂ કરી સુરક્ષિત કાઢ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment