Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર શહેર ભાજપની લિફ્ટ ખોટકાતાં વૃદ્ધ ફસાયા:ઓફિસમાં ફરજ બજાવતાં કાંતિ ઝાલાએ લિફ્ટ લોક થતાં બૂમાબૂમ કરી મૂકી, ફાયરબ્રિગેડે રેસ્ક્યૂ કરી સુરક્ષિત કાઢ્યા

    6 days ago

    જામનગરના ભાજપ કાર્યાલય ખાતે લિફ્ટ અચાનક બંધ પડી ગઈ હતી. લિફ્ટ ખોટકાઈને લોક થઈ જતાં અંદર ફસાયેલા કર્મચારી કાંતિ ઝાલાને ફાયર બ્રિગેડે ગણતરીની મિનિટોમાં સુરક્ષિત બહાર કાઢ્યા હતા. સમયસર થયેલી બચાવ કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. લિફ્ટમાં ટેક્નિકલ ખામી સર્જાતા કર્મી ફસાયા મળતી માહિતી અનુસાર, જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં ફરજ બજાવતા કાંતિ મગન ઝાલા સવારે આશરે 10:15 વાગ્યે લિફ્ટમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન લિફ્ટ અચાનક વચ્ચે જ અટકી ગઈ હતી. લિફ્ટ બંધ થઈ જતાં અંદર ફસાયેલા કાંતિ ઝાલાએ મદદ માટે બૂમો પાડી હતી. કાર્યાલયમાં હાજર લોકોએ આ અંગે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરી ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર કર્મીઓએ આધુનિક સાધનોનો ઉપયોગ કરીને લિફ્ટનો દરવાજો અને લોક ખોલી નાખ્યા હતા. ગણતરીની મિનિટોમાં જ અંદર ફસાયેલા કાંતિ ઝાલાને સહી સલામતરીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની આ ઝડપી અને અસરકારક કામગીરીની સ્થાનિક લોકોએ પ્રશંસા કરી હતી. આ ઘટના બાદ લિફ્ટમાં સર્જાયેલી તકનીકી ખામી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે..
    Click here to Read More
    Previous Article
    સુરસાગર તળાવમાં ફરી માછલીઓના મોતથી ચકચાર:લાખોના ઓક્સિજન પ્લાન્ટ ફેલ જતાં વિપક્ષે ઉઠાવ્યા સવાલો, અગાઉ ગોત્રી અને સમા તળાવમાં પણ મોત થયા હતા
    Next Article
    વિવિધ સંગઠનો દ્વારા ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાયું:'વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં' વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ રજૂ કર્યું ભાવનગરના વિકાસનું વિઝન, ધોલેરાના વિકાસથી ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વિકાસને નવી દિશા મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment