Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુર-આબુરોડ હાઇવે પર કાર અકસ્માત:પુત્રનું મોત, પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત; કાર ડિવાઇડર સાથે અથડાઈને પલટી મારી ગઈ

    6 दिन पहले

    પાલનપુર-આબુરોડ હાઇવે પર અમીરગઢ નજીક ભડથાના પાટિયા પાસે એક વેગનઆર કારને ગંભીર અકસ્માત નડ્યો છે. આ દુર્ઘટનામાં કારમાં સવાર પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. કાર ડિવાઇડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, પિતા-પુત્ર સરગંજથી પાલનપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે અમીરગઢના ભડથાના પાટિયા નજીક તેમની કાર અચાનક ડિવાઇડર સાથે અથડાઈ હતી. અકસ્માત થતાં જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત પિતાને તાત્કાલિક સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ અમીરગઢ પોલીસ અને NHITની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રાખવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે, જે ચિંતાનો વિષય બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    કેમિકલના વેપારી સાથે કરોડોની ઠગાઈ:દીપેશ ઠક્કર અને તેના સાગરિતોએ ઉધારમાં કેમિકલ ખરીદી રૂ. 2.48 કરોડની ચૂકવણી ન કરી
    Next Article
    સુરસાગર તળાવમાં ફરી માછલીઓના મોતથી ચકચાર:લાખોના ઓક્સિજન પ્લાન્ટ ફેલ જતાં વિપક્ષે ઉઠાવ્યા સવાલો, અગાઉ ગોત્રી અને સમા તળાવમાં પણ મોત થયા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment