Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેમિકલના વેપારી સાથે કરોડોની ઠગાઈ:દીપેશ ઠક્કર અને તેના સાગરિતોએ ઉધારમાં કેમિકલ ખરીદી રૂ. 2.48 કરોડની ચૂકવણી ન કરી

    6 days ago

    મુંબઈના મલાડ વિસ્તારમાં રહેતા અને 'અર્થ એન્ટરપ્રાઈઝ' નામે કેમિકલનો વેપાર કરતા વેપારી રિષભ પ્રમોદ પોદ્દાર સાથે વડોદરાના વેપારીઓએ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. મુખ્ય આરોપી દીપેશ સુરેશભાઈ ઠક્કર અને તેના સાગરીતોએ ફરિયાદીનો વિશ્વાસ જીતી રૂપિયા 2.48 કરોડની છેતરપિંડી આચરતા ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઠગાઈમાં મુખ્ય આરોપી તરીકે દીપેશ સુરેશભાઈ ઠક્કર (ઓફિસ: ઈન્ટેગ્રીટી ફાર્માસ્યુટિકલ, છાણી જકાતનાકા પાસે, વડોદરા), તેના સાગરીત જીગ્નેશ કાંતિલાલ પરમાર (જે.કે. ફાર્મા, ઇલોરાપાર્ક, વડોદરા), પિયુષ સોલંકી (એનિલ ફાર્મા, ઓલ્ડ પાદરા રોડ, વડોદરા), હસમુખભાઈ પરમાર (ઓનેરો ફાર્મા, ઓલ્ડ પાદરા રોડ, વડોદરા) સામે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કેવી રીતે આચરાયું કૌભાંડ? જુલાઈ, 2022માં ફરિયાદી રિષભભાઈ વડોદરામાં દીપેશ ઠક્કરને મળ્યા હતા. દીપેશે પોતાની ઓફિસે બોલાવી વિશ્વાસ આપ્યો હતો કે તે કેમિકલ ખરીદશે અને સામે પોસ્ટ ડેટેડ ચેક (PDC) આપશે. ત્યારબાદ દીપેશ ઠક્કરે પોતાના મિત્રો જીગ્નેશ પરમાર, પિયુષ સોલંકી અને પોતાના કાકા હસમુખભાઈ પરમારની ઓળખાણ કરાવી તેમના પેમેન્ટની પણ પોતે સંપૂર્ણ જવાબદારી (ગેરંટી) લીધી હતી. દીપેશના વિશ્વાસે ફરિયાદીએ આ તમામ વેપારીઓને જુદી-જુદી તારીખોમાં લાખો કિલો કેમિકલ સપ્લાય કર્યું હતું. લાખો-કરોડોના ચેક બાઉન્સ થતાં કોર્ટમાં ફરિયાદ માલના પેમેન્ટ પેટે આરોપીઓએ ફરિયાદીને અલગ-અલગ બેંકના ચેક આપ્યા હતા. આ તમામ ચેકો જાન્યુઆરી, 2023માં બેંક ઓફ ઈન્ડિયા, માંડવી બ્રાન્ચ (મુંબઈ) ખાતે જમા કરાવતા ખાતામાં 'અપૂરતું બેલેન્સ' હોવાના કારણે બાઉન્સ થયા હતા. આથી ફરિયાદીએ મજગાવ કોર્ટ, મુંબઈ ખાતે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ (કલમ 138) મુજબ કેસ દાખલ કર્યા હતો. લેખિત સમજૂતી બાદ પણ ₹2.48 કરોડની છેતરપિંડી કોર્ટ કાર્યવાહીથી બચવા માટે મુખ્ય સૂત્રધાર દીપેશ ઠક્કર અને જીગ્નેશ પરમારે ફરિયાદી સાથે મહારાષ્ટ્ર રાજ્યના રૂપિયા 500ના સ્ટેમ્પ પેપર પર એક લેખિત બાહેંધરી પત્ર કર્યો હતો. જેમાં તેઓએ સ્વીકાર્યું હતું કે તેઓ ફરિયાદીને ટુકડે-ટુકડે કુલ ₹27800000 ચૂકવી આપશે. આ સમજુતી પત્રના આધારે દીપેશ ઠક્કરે પ્રથમ હપ્તા પેટે માત્ર ₹30,00,000 ઓનલાઈન ચૂકવ્યા હતા, પરંતુ ત્યારપછીના બાકીના ત્રણેય હપ્તાની મોટી રકમ ₹2,48,00,000 વારંવાર માંગણી કરવા છતાં ચૂકવેલ નથી. આરોપીઓએ ફરિયાદી સાથે પૂર્વ આયોજિત કાવતરું રચી વિશ્વાસઘાત અને આર્થિક છેતરપિંડી આચરી હોવાથી આ મામલે ડીસીબી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
    Click here to Read More
    Previous Article
    લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ આગામી આર્મી ચીફ હશે:જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું સ્થાન લેશે; સેઠ બે મહિના પહેલા સેનાના ઉપપ્રમુખ બન્યા હતા
    Next Article
    પાલનપુર-આબુરોડ હાઇવે પર કાર અકસ્માત:પુત્રનું મોત, પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત; કાર ડિવાઇડર સાથે અથડાઈને પલટી મારી ગઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment