Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શનાળા શક્તિ માતા મંદિરે મંત્રીઓ, સાંસદે કર્યું શ્રમદાન:નાગરિકોને 'સ્વચ્છાગ્રહી' બનવા અનુરોધ કર્યો, 'પ્લાસ્ટિક છોડો, પર્યાવરણ બચાવો'નો સંદેશ આપ્યો

    1 day ago

    મોરબી જિલ્લામાં '12 વર્ષ વિકાસના, વિશ્વાસના, જનકલ્યાણના' કાર્યક્રમ અંતર્ગત શનાળા સ્થિત શક્તિ માતા મંદિર પરિસરમાં સ્વચ્છતા અભિયાન અને શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી તથા ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગા અને શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહી શ્રમદાનમાં સહભાગી બન્યા હતા. મંત્રીઓએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો અને નાગરિકોને 'સ્વચ્છાગ્રહી' બનવા અનુરોધ કર્યો હતો. તેમણે પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદ કરવા, 'મારો કચરો-મારી જવાબદારી'ની ભાવના વિકસાવવા, 'સ્વચ્છ શહેર-સુંદર શહેર'ના સંકલ્પને સાકાર કરવા અને 'પ્લાસ્ટિક છોડો, પર્યાવરણ બચાવો' જેવા સંદેશાઓ પણ આપ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યો દુર્લભજીભાઈ દેથરીયા અને મેઘજીભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, મહાનગરપાલિકા કમિશનર સંગીતા રૈયાણી, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, નાયબ કમિશનર સંજય સોની સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, કોર્પોરેટરો, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો પણ જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ‘વિશ્વાસ, વિકાસ, જનકલ્યાણ અભિયાન’ શરૂ:પ્રભારી મંત્રી ત્રિકમ છાંગા, સાંસદ વિનોદ ચાવડાએ સરકારની સિદ્ધિઓ વર્ણવી
    Next Article
    સૌરાષ્ટ્ર યુનિ.માં કોલેજોમાં ચોથા વર્ષના ડિગ્રી કોર્ષનો પ્રારંભ:ઓનર્સ માટે 80 તો ઓનર્સ વિથ રિસર્ચનો ડિગ્રી કોર્સ શરૂ કરવા માત્ર 2 જ કોલેજોએ રસ દાખવ્યો !

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment