Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર યુનિ.માં કોલેજોમાં ચોથા વર્ષના ડિગ્રી કોર્ષનો પ્રારંભ:ઓનર્સ માટે 80 તો ઓનર્સ વિથ રિસર્ચનો ડિગ્રી કોર્સ શરૂ કરવા માત્ર 2 જ કોલેજોએ રસ દાખવ્યો !

    एक दिन पहले

    ગુજરાત સરકાર દ્વારા નેશનલ એજ્યુકેશન પોલીસીના અમલ સ્વરૂપે રાજ્યમાં બેચલર ડિગ્રીના વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશનના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા બાદ ઓનર્સ અને ઓનર્સ વિથ રિસર્ચની ડિગ્રી મેળવી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક સત્રથી બંને નવી ડિગ્રી સાથે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે. ઓનર્સનો કોર્સ કરાવવા માટે 286માંથી 80 કોલેજોએ તૈયારી બતાવી છે. જોકે ઓનર્સ વિથ રિસર્ચનો કોર્સ કરાવવા માત્ર 2 કોલેજોએ ઉત્સાહ બતાવતા આશ્ચર્ય જનમ્યું છે. જેમાં ક્રાઈસ્ટ અને એચ.એન.શુક્લા કોલેજ સામેલ છે. 75 ટકાથી વધુ માર્કસ મેળવતા વિદ્યાર્થીઓ ઓનર્સ વિથ રિસર્ચનો કોર્સ કરી શકશે. બેચલર ડિગ્રીમાં ચોથું વર્ષ કરતા વિદ્યાર્થીઓને માસ્ટર ડિગ્રીનું એક જ વર્ષ કરવાનું રહેશે. ચોથા વર્ષના ડિગ્રી કોર્ષનો પ્રારંભ કુલપતિ ડૉ.ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, નેશનલ એજ્યુકેશન પોલીસી-2020 અસ્તિત્વમાં આવી ત્યારબાદ જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. તેઓનું ત્રીજું વર્ષ પૂર્ણ થયું છે અને હવે તેમનો ચોથા વર્ષમાં એટલે કે સેમેસ્ટર 7 અને 8માં પ્રવેશ થશે. અગાઉ આ યોજના ન હતી, પરંતુ પ્રથમ વખત આ વિદ્યાર્થીઓ ચોથા વર્ષમાં UG (અન્ડર ગ્રેજ્યુએશન) પ્રોગ્રામ શરૂ કરશે. જેમાં બે પ્રકાર છે. એક છે ઓનર્સ અને બીજું છે ઓનર્સ વિથ રિસર્ચ. માત્ર ઓનર્સ માટે કમિટીના ઇન્સ્પેક્શનની જરૂર નહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજો પાસેથી એવું જાણવામાં આવ્યું કે, કેટલી કોલેજો વિદ્યાર્થીઓને ચોથા વર્ષમાં પ્રવેશ આપવા માંગે છે. જે બાદ આવેલા ડેટા મુજબ ઘણી બધી કોલેજોમાં ચોથા વર્ષમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું શરૂ કરવામાં આવશે. જે કોલેજોમાં ઓનર્સની ડિગ્રી શરૂ કરવાની હોય તેઓએ પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માહિતી આપવાની રહેશે. તેમાં કોઈ એલઆઇસી એટલે કે લોકલ ઇન્કવાયરી કમિટીના ઇન્સ્પેક્શનની જરૂર રહેતી નથી. કમિટીના રિપોર્ટ બાદ ઓનર્સ વિથ રિસર્ચની ડીગ્રીનો કોર્સ શરૂ થઈ શકશે જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાની કોઈ કોલેજ ઓનર્સ વિથ રિસર્ચની ડીગ્રીનો કોર્સ શરૂ કરવા માંગતુ હોય તો ત્યાં પહેલા યુનિવર્સિટી દ્વારા KCG (નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત)ની ગાઇડલાઇન મૂજબ એલ.આઈ.સી.ની ટીમ મોકલવાની રહેશે. જે કમિટીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જ તે કોલેજમાં રિસર્ચ વિથ ઓનર્સનો કોર્સ શરૂ થઈ શકશે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, બેચલર ડિગ્રીના વિદ્યાર્થીઓ ઓનર્સ વિથ રિસર્ચની ડિગ્રી મેળવવા માગતા હોય તો તેના માટે અમુક લાયકાતો અને ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે. જેમકે જે વિદ્યાર્થીઓ બેચલર ડિગ્રીમાં 75 ટકા કે તેથી વધુ હશે તે જ ઓનર્સ વિથ રિસર્ચની ડિગ્રી મેળવી શકશે.
    Click here to Read More
    Previous Article
    શનાળા શક્તિ માતા મંદિરે મંત્રીઓ, સાંસદે કર્યું શ્રમદાન:નાગરિકોને 'સ્વચ્છાગ્રહી' બનવા અનુરોધ કર્યો, 'પ્લાસ્ટિક છોડો, પર્યાવરણ બચાવો'નો સંદેશ આપ્યો
    Next Article
    Dang Political News | ગેરશિસ્ત બદલ પૂર્વ સિંચાઈ અધ્યક્ષ હરેશ બચ્છાવને ભાજપે સસ્પેન્ડ કર્યા | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment