Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ‘વિશ્વાસ, વિકાસ, જનકલ્યાણ અભિયાન’ શરૂ:પ્રભારી મંત્રી ત્રિકમ છાંગા, સાંસદ વિનોદ ચાવડાએ સરકારની સિદ્ધિઓ વર્ણવી

    1 day ago

    કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે મોરબીમાં ‘વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ અભિયાન’નો પ્રારંભ થયો. જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે આયોજિત સંમેલન અને પત્રકાર પરિષદમાં સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અને વિકાસકાર્યો અંગે માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી તથા ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા અને જિલ્લા ભાજપના પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના ઉપસ્થિત રહ્યા હતા. પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના નેતૃત્વમાં ભારતે વૈશ્વિક સ્તરે મજબૂત ઓળખ બનાવી છે અને ગુજરાતે પણ વિકાસના નવા સોપાનો સર કર્યા છે. તેમણે ગુજરાતની જનતા વતી વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા. સાંસદ વિનોદભાઈ ચાવડાએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના કારણે લોકોમાં વધેલા વિશ્વાસ પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે મોરબી જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના, શૌચાલય નિર્માણ, ખેડૂતોને સન્માનનિધિ અને ઉજ્જવલા જેવી યોજનાઓનો વ્યાપક લાભ મળ્યો છે. કાર્યક્રમ દરમિયાન કેટલાક સંકલ્પો પણ લેવામાં આવ્યા હતા. જેમાં જાહેર પરિવહનનો ઉપયોગ કરવો, સોશિયલ મીડિયા પર માહિતીની ચકાસણી કર્યા બાદ જ શેર કરવી, સ્વચ્છતા જાળવવી, પ્લાસ્ટિકનો ત્યાગ કરવો અને વ્યસનમુક્તિનો સમાવેશ થાય છે. આ પ્રસંગે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા, મેયર ઉત્તમ સુરાણી, ધારાસભ્યો દુર્લભજીભાઈ દેથરીયા, મેઘજીભાઈ ચાવડા, જીતુભાઈ સોમાણી, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મહામંત્રી નિર્મલભાઈ જારીયા સહિત ભાજપના અનેક હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    દિવ્ય ભાસ્કરનું સ્ટિંગ, શિક્ષણ વિભાગના તપાસના આદેશ:જૂનાગઢની ગુજરાત એજ્યુકેશનમાંથી વિદ્યાર્થીઓના ઓરિજનલ ડોક્યુમેન્ટ-સિમકાર્ડ મળ્યા; વર્ષે 1,000 એડમિશન, કેટલાકે સરકારી નોકરી લીધી, મોટા માથાઓની સંડોવણી
    Next Article
    શનાળા શક્તિ માતા મંદિરે મંત્રીઓ, સાંસદે કર્યું શ્રમદાન:નાગરિકોને 'સ્વચ્છાગ્રહી' બનવા અનુરોધ કર્યો, 'પ્લાસ્ટિક છોડો, પર્યાવરણ બચાવો'નો સંદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment