Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં કોટન મરચન્ટ એસોસિયેશનની બેઠક યોજાઈ:કપાસના વેપાર અને બજારની સ્થિતિ પર ચર્ચા કરાઈ

    1 week ago

    સુરેન્દ્રનગર ખાતે હોટેલ પ્રેસિડેન્ટમાં સુરેન્દ્રનગર કોટન મરચન્ટ એસોસિયેશનની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કપાસના વેપાર, બજારની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યની વેપારી તકો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર કોટન મરચન્ટ એસોસિયેશનના વાય.બી. રાણા, નરેશભાઈ સંગીતમ, અજીતસિંહ પરમાર, ચંદ્રસિંહ પરમાર, રામદેવસિંહ રાણા સહિત મોટી સંખ્યામાં કપાસના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શૈલેષભાઈ શાહના માર્ગદર્શન હેઠળ મુંબઈથી આવેલા અજયભાઈ શર્મા અને ચંદન ભગતે NCDEX (નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્સ એક્સચેન્જ) વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે કપાસના વેપારમાં ફ્યુચર્સ ટ્રેડિંગ, ભાવના જોખમથી બચવા માટે હેજિંગના વિકલ્પો અને બજારના વલણને સમજીને વેપાર કરવાની પદ્ધતિઓ અંગે વેપારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠક દરમિયાન ઉપસ્થિત વેપારીઓએ વિવિધ પ્રશ્નો અને શંકાઓ રજૂ કરી હતી, જેના નિષ્ણાતો દ્વારા સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા. વેપારીઓને બજારની અનિશ્ચિત પરિસ્થિતિમાં જોખમ વ્યવસ્થાપન અને આધુનિક ટ્રેડિંગ સાધનોના ઉપયોગ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજપીપળા જન કલ્યાણ શિબિરમાં લાભાર્થીઓને બદલે પાલિકાકર્મીઓ:મુખ્ય અધિકારી પર શાસક પક્ષના નેતા પ્રગ્નેશ રામીનો આક્ષેપ- 'લાભાર્થીઓને બદલે કર્મચારીઓને બેસાડવામાં આવ્યા'
    Next Article
    ભરૂચમાં કોંગ્રેસનું મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન:રેલવે સ્ટેશન પર પ્રતિકાત્મક વિરોધ, વિવિધ મુદ્દે સરકારને ઘેરી; આગેવાનોની અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment