Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં કોંગ્રેસનું મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન:રેલવે સ્ટેશન પર પ્રતિકાત્મક વિરોધ, વિવિધ મુદ્દે સરકારને ઘેરી; આગેવાનોની અટકાયત

    1 week ago

    ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવે સ્ટેશન ખાતે મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના ભાવવધારા, NEET પેપર લીક કૌભાંડ અને ખેડૂતોને ખાતર ન મળવા જેવા મુદ્દે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યકરોએ પ્રતિકાત્મક રીતે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે લારી પર મોપેડ મૂકી પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી સામાન્ય જનતા પર પડતા આર્થિક બોજને ઉજાગર કર્યો હતો. આ ઉપરાંત, "મોંઘવારીની જેલ"નું પ્રતિકાત્મક નિર્માણ કરીને સરકારની આર્થિક નીતિઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના આગેવાન રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના શાસનમાં જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. આના કારણે મધ્યમવર્ગ અને ગરીબ વર્ગના લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. તેમણે રસોઈ ગેસ, ઇંધણ, ખાદ્ય ચીજવસ્તુઓ અને કૃષિ ખર્ચમાં થયેલા વધારાથી સામાન્ય પરિવારોના બજેટ ખોરવાઈ ગયા હોવાનો દાવો કર્યો હતો. આ પ્રદર્શનમાં પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા, જીગ્નેશ બ્રહ્મભટ્ટ, ઝુબેર પટેલ, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિ તડવી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કાર્યકરોને આગળ વધતા અટકાવી તેમની અટકાયત કરી હતી. આના કારણે સ્થળ પર થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. કોંગ્રેસના આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો મોંઘવારી સહિતના જનહિતના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં કોટન મરચન્ટ એસોસિયેશનની બેઠક યોજાઈ:કપાસના વેપાર અને બજારની સ્થિતિ પર ચર્ચા કરાઈ
    Next Article
    ભૂતિયા’ ડિમોલિશનમાં SMC કમિશનરને દિલ્હીનું તેડું::PMOની એન્ટ્રીથી ગાંધીનગરથી દિલ્હી સુધી ફફડાટ, પ્લાન પાસ કરાવવા SOG-મનપાના અધિકારીનો કારસો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment