Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજપીપળા જન કલ્યાણ શિબિરમાં લાભાર્થીઓને બદલે પાલિકાકર્મીઓ:મુખ્ય અધિકારી પર શાસક પક્ષના નેતા પ્રગ્નેશ રામીનો આક્ષેપ- 'લાભાર્થીઓને બદલે કર્મચારીઓને બેસાડવામાં આવ્યા'

    1 week ago

    રાજપીપળા નગરપાલિકા દ્વારા આયોજિત જન કલ્યાણ શિબિરમાં લાભાર્થીઓને બદલે પાલિકાના કર્મચારીઓને બેસાડવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો છે. રાજપીપળા નગરપાલિકાના શાસક પક્ષના નેતા પ્રગ્નેશ રામીએ આ આક્ષેપ કર્યો છે. કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજપીપળા નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા સરદાર ટાઉન હોલ ખાતે આ શિબિરનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આવક-જાતિના દાખલા, રેશનકાર્ડ સુધારા, ચૂંટણી કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ જેવા લાભો જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો હતો. આ કાર્યક્રમમાં રાજપીપળા પાલિકા પ્રમુખ, નાંદોદના પ્રાંત અધિકારી અને પાલિકાના મુખ્ય અધિકારી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. શાસક પક્ષના નેતા પ્રગ્નેશ રામીએ જણાવ્યું હતું કે, મુખ્ય અધિકારીએ પાલિકાના કર્મચારીઓને લાભાર્થી તરીકે દર્શાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે, આવા અધિકારીઓની મિલીભગતને કારણે ગામના છેવાડાના લોકોને સરકારી યોજનાઓનો લાભ મળતો નથી. રામીએ આવા અધિકારીઓ સામે શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરવાની માગ કરી છે. આ અંગે અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતાં જાણવા મળ્યું કે, હાલ કોઈ મુખ્ય રેગ્યુલર અધિકારી નથી પણ ઈનચાર્જ છે, જેથી આ અંગે કોઈ બોલવા તૈયાર નથી. ઉલ્લેખનીય છે કે, પાલિકામાં ભાજપની સત્તા છે અને શાસક પક્ષના નેતા એ જ આ આક્ષેપો લગાવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મંદિરોને દુકાનો બનાવી રહ્યા ટ્રસ્ટીઓ? પૈસા આપો, દર્શન કરો!:મહાકાલ મંદિરમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોના ₹100 ચાર્જ, ત્રણેય આરતી, ફટાફટ દર્શન માટે શ્રદ્ધાળુને ₹1050નો ખર્ચ થશે
    Next Article
    સુરેન્દ્રનગરમાં કોટન મરચન્ટ એસોસિયેશનની બેઠક યોજાઈ:કપાસના વેપાર અને બજારની સ્થિતિ પર ચર્ચા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment