Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંદિરોને દુકાનો બનાવી રહ્યા ટ્રસ્ટીઓ? પૈસા આપો, દર્શન કરો!:મહાકાલ મંદિરમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોના ₹100 ચાર્જ, ત્રણેય આરતી, ફટાફટ દર્શન માટે શ્રદ્ધાળુને ₹1050નો ખર્ચ થશે

    1 week ago

    બાબા મહાકાલના દર્શન માટે ઉજ્જૈન આવતા શ્રદ્ધાળુઓ પર વધુ બોજો પડવાનો છે. મહાકાલ મંદિર પરિસરમાં ચાલતા પ્રસિદ્ધ લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવા માટે હવે શ્રદ્ધાળુઓને વ્યક્તિ દીઠ 100 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. મંદિર મેનેજમેન્ટ સમિતિએ આ નવી વ્યવસ્થાને તાત્કાલિક અસરથી લાગુ કરી દીધી છે. ભક્તોએ મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે પણ પૈસા ચુકવવા પડી રહ્યા છે. જાણે એવું લાગે કે ભગવાનના મંદિરને ટ્રસ્ટીઓ દ્વારા દુકાન બનાવવામાં આવી રહી છે. હાલમાં જ અયોધ્યા રામમંદિરના ચઢાવાના પૈસામાંથી ચોરી થયાનો મુદ્દો દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે મહાકાલ મંદિરમાં પણ લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવા ભક્તોએ ચાર્જ ચુકવવો પડશે. સૌ જાણે છે કે મંદિરોમાં ભક્તોના ચઢાવાના પૈસા, પ્રસાદના પૈસા અને ભગવાનના દર્શનના નામે લેવામાં આવતા ચાર્જના રૂપિયાથી આવક ઉભી કરીને મંદિરના ટ્રસ્ટીઓ તો લીલાલેર જ કરતા હોય છે. 18 કરોડના ખર્ચે તૈયાર થયો છે શો આ શોનું લોકાર્પણ મુખ્યમંત્રી ડો. મોહન યાદવે 25 ઓક્ટોબર 2025ના રોજ દિવાળીના અવસરે કર્યું હતું. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ મધ્ય પ્રદેશ પર્યટન વિકાસ નિગમે તેને લગભગ 18 કરોડ 7 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કર્યો છે. લગભગ 25 મિનિટના આ શોમાં વોટર સ્ક્રીન, ફુવારા, લેસર લાઇટ અને ઉત્તમ સાઉન્ડ ઇફેક્ટ્સ દ્વારા ભગવાન મહાકાલ, મા ક્ષિપ્રા અને પ્રાચીન અવંતિકા નગરી (ઉજ્જૈન) ની ગૌરવ ગાથા દર્શાવવામાં આવે છે. ચાર્જ લગાવવા પાછળ મંદિર સમિતિનો તર્ક મંદિર પ્રશાસનનું કહેવું છે કે આ ભવ્ય શોના સંચાલન અને જાળવણી પર દર મહિને લગભગ 1.5 લાખ રૂપિયાનો ખર્ચ આવી રહ્યો છે. મંદિરના પ્રશાસક પ્રથમ કૌશિક મુજબ, આ ખર્ચને પહોંચી વળવા અને વ્યવસ્થાને વધુ સારી બનાવવા માટે 100 રૂપિયાની એન્ટ્રી ફી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર મહિને 15 લાખ રૂપિયા કમાણીનો અંદાજ કમાણીની દ્રષ્ટિએ જોઈએ તો મંદિર સમિતિને આ નિર્ણયથી સારી આવક થવાની સંભાવના છે. મંદિર પ્રશાસન અનુસાર, રોજ લગભગ 500 શ્રદ્ધાળુઓ લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવા પહોંચી રહ્યા છે. જો દરેક શ્રદ્ધાળુ પાસેથી 100 રૂપિયા ફી લેવામાં આવે તો સમિતિને દરરોજ લગભગ 50 હજાર રૂપિયાની આવક થશે. આ હિસાબે એક મહિનામાં લગભગ 15 લાખ અને આખા વર્ષમાં લગભગ 1.8 કરોડ રૂપિયાની આવક મળી શકે છે, જ્યારે શોના સંચાલન અને જાળવણી પર દર મહિને લગભગ દોઢ લાખ રૂપિયા ખર્ચ થવાની માહિતી સામે આવી છે. આવી સ્થિતિમાં આ વ્યવસ્થા મંદિર સમિતિ માટે આવકનો એક નવો સ્ત્રોત પણ બની શકે છે. સંધ્યા અને શયન આરતી માટે પણ 250 રૂપિયા લેવાય છે આ પહેલીવાર નથી જ્યારે મહાકાલ મંદિરમાં કોઈ સુવિધા માટે ચાર્જ વધારવામાં આવ્યો હોય કે લગાવવામાં આવ્યો હોય. આ પહેલા પણ ઘણા ફેરફારો થયા છે. 19 ફેબ્રુઆરી 2026 થી સંધ્યા આરતી અને શયન આરતી માટે પણ પ્રતિ વ્યક્તિ 250 રૂપિયા ચાર્જ લેવામાં આવી રહ્યો છે, જ્યારે આ પહેલા તે મફત હતી. VIP કે તરત જ દર્શન માટે પહેલાથી જ ચાર્જ લેવામાં આવી રહ્યો છે. શ્રદ્ધાળુઓ બોલ્યા- આર્થિક બોજ વધી જશે મહાકાલ મંદિરમાં રોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચે છે. ભસ્મ આરતીમાં જ રોજ લગભગ 1700 શ્રદ્ધાળુઓને ઓનલાઈન પ્રવેશ આપવામાં આવે છે. આવા સંજોગોમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો પર શુલ્ક લાગ્યા પછી મંદિર આવતા શ્રદ્ધાળુઓનો ખર્ચ વધી જશે. જ્યાં એક તરફ મંદિર પ્રશાસન તેને જાળવણી માટે જરૂરી ગણાવી રહ્યું છે, ત્યાં શ્રદ્ધાળુઓના એક વર્ગનું કહેવું છે કે ધાર્મિક પરિસરમાં યોજાતા આ શોને પહેલાની જેમ જ મફત રાખવો જોઈતો હતો, કારણ કે આરતી અને શોના ચાર્જથી સામાન્ય ભક્તો પર આર્થિક બોજ વધી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Beautiful Himalayan flowers that bloom in summer
    Next Article
    રાજપીપળા જન કલ્યાણ શિબિરમાં લાભાર્થીઓને બદલે પાલિકાકર્મીઓ:મુખ્ય અધિકારી પર શાસક પક્ષના નેતા પ્રગ્નેશ રામીનો આક્ષેપ- 'લાભાર્થીઓને બદલે કર્મચારીઓને બેસાડવામાં આવ્યા'

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment