Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટાફની ભરતી કરવા મુખ્યમંત્રીને રજૂઆત‎:સરસ્વતી એસટી ડેપોમાં એક કર્મચારી જ તમામ કામ કરે છે

    1 week ago

    સરસ્વતી તાલુકાના ચોરમારપુ ખાતે કરોડો​ના ખર્ચે બનેલા એસ.ટી સ્ટેન્ડ સ્ટાફની ભરતી કરવા માટે મુખ્યમંત્રી અને વાહનવ્યવહાર મંત્રીને લખિત રજૂઆત કરવામાં આવી છે. સરસ્વતી તાલુકાના મુખ્ય મથક ચોરમારપુરા ખાતે આવેલું બસ સ્ટેશન હાલમાં માત્ર એક જ કર્મચારીના સહારે ચાલી રહ્યું છે. આ તાલુકામાં 75 જેટલા ગામોનું એસ.ટી.સ્ટેન્ડ હોવા છતાં સ્ટાફની અછતને કારણે હજારો મુસાફરો અને વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ ગંભીર મુદ્દે ગુજરાત રાજ્ય સમસ્યા મંચના સંયોજક શૈલેષ નાયી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ચોરમારપુરા ખાતે મામલતદાર કચેરી, તાલુકા પંચાયત,કોર્ટ, સાયન્સ સેન્ટર અને કેન્દ્રીય વિદ્યાલય જેવી મહત્વની સંસ્થાઓ આવેલી હોવાથી અહીં રોજિંદા મુસાફરો અને વિદ્યાર્થીઓની ભારે ભીડ રહે છે. છતાં બસ પાસ કઢાવવા સહિતની સુવિધાઓ માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે. મહેસાણા એસ.ટી. વિભાગ અને અમદાવાદ નિયામક કચેરી દ્વારા તાત્કાલિક ધોરણે ડેપો મેનેજર, એ.ટી.આઈ. અને ટ્રાફિક કન્ટ્રોલર સહિતના જરૂરી સ્ટાફની ફાળવણી કરવામાં આવે તેવી માંગ ગુજરાત રાજ્ય સમસ્યા મંચ દ્વારા કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ઇન્ટરનેશનલ પ્રતિનિધિઓ આપશે હાજરી:પોરબંદરમાં ઐતિહાસિક વૈશ્વિક ‘ફર્નિચર પાર્ક સમિટ’ યોજાશે
    Next Article
    સમીક્ષા બેઠક યોજાઈ:કોઈ ભલામણ આધારે પાણી વધુ-ઓછું છોડવાનું દબાણ ચલાવી લેવાશે નહીં : પાટણ પાલિકા પ્રમુખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment