Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્ટરનેશનલ પ્રતિનિધિઓ આપશે હાજરી:પોરબંદરમાં ઐતિહાસિક વૈશ્વિક ‘ફર્નિચર પાર્ક સમિટ’ યોજાશે

    1 week ago

    સુદામા નગરી પોરબંદરને વૈશ્વિક સ્તરના અદ્યતન ફર્નિચર ઉત્પાદન હબ તરીકે વિકસાવવાના ભગીરથ હેતુ આજે શહેરની પ્રતિષ્ઠિત ‘હોટલ લોર્ડ્ઝ ઈન’ ખાતે હાઈપ્રોફાઈલ "વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટ" નું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાનારી આ મેગા સમિટ પોરબંદરના સર્વાંગી ઔદ્યોગિક વિકાસ અને ભવિષ્યની વ્યૂહાત્મક આર્થિક રૂપરેખા બદલવા માટે એક ઐતિહાસિક માઈલસ્ટોન સાબિત થશે. ​આ અતિ મહત્વની સમિટ દરમિયાન પોરબંદરમાં આકાર લેનારા સૂચિત મેગા ફર્નિચર પાર્કની સ્થાપના, વૈશ્વિક રોકાણની તકો અને માળખાકીય સુવિધાઓના નિર્માણ અંગે દેશ-વિદેશના ટોચના રોકાણકારો સાથે સીધો સંવાદ યોજાશે. સમિટના પ્રથમ દિવસે સાંજે સ્થાનિક વ્યાપારીઓ અને ગ્લોબલ લીડર્સ વચ્ચે બિઝનેસ નેટવર્કિંગ વધારવા માટે ખાસ સંવાદ સત્ર તેમજ સૌરાષ્ટ્રની વિરાસતને ઉજાગર કરતો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. વૈશ્વિક બ્રાન્ડ્સનું મહાસંમેલન ​ સમિટમાં અમદાવાદ સ્થિત બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનના પ્રતિનિધિ સ્ટીવ હીકલિંગ વિશેષ હાજરી આપશે. આ ઉપરાંત વિશ્વવિખ્યાત બ્રાન્ડ IKEA, Dato Sanso, Hettich, Merino, Royal Touch Laminates અને ગુજરાત ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન સહિત દેશભરમાંથી ૫૦થી વધુ પ્રતિષ્ઠિત ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિઓ આ મંચ પર એકત્રિત થશે. સિંગલ વિન્ડો ક્લિયરન્સ માટે સંકલન‎ ​પાર્કની ઝડપી સ્થાપના માટે ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ, પોર્ટ‎ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રના ઉચ્ચ સચિવો સ્થળ પર જ ‎હાજર રહેશે. જેઓ રોકાણકારો સમક્ષ સરકારી સબસિડી, માળખાકીય‎ રોડમેપ અને કાયદાકીય મંજૂરીઓ અંગે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ ‎કરી ઓન ધ સ્પોટ વહીવટી માર્ગદર્શન પૂરું પાડશે.‎ મેગા પાર્કનું લાઈવ સ્થળ નિરીક્ષણ કરાશે ​સમિટના બીજા દિવસે એટલે કે તા. 14 જૂન 2026ના રોજ દેશ-વિદેશથી આવેલા તમામ ઉદ્યોગપતિઓ અને સરકારી ટેકનિકલ ટીમો પોરબંદર નજીક આવેલા ''ભારવાડા'' વિસ્તારની રૂબરૂ મુલાકાત લેશે. જ્યાં ફર્નિચર પાર્ક માટે નક્કી કરાયેલી જમીનનું ભૌગોલિક નિરીક્ષણ, પ્રોજેક્ટની વાસ્તવિક સંભાવનાઓનું મૂલ્યાંકન અને કનેક્ટિવિટીનું અવલોકન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગિફ્ટ સિટીમાં હેક્સાવેરની એન્ટ્રી, AI-ક્લાઉડ ટેક્નોલોજી હબ બનશે ગુજરાત:1,000 રોજગારીની તકો, CM ભૂપેન્દ્ર પટેલે નવા ડિલિવરી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું
    Next Article
    સ્ટાફની ભરતી કરવા મુખ્યમંત્રીને રજૂઆત‎:સરસ્વતી એસટી ડેપોમાં એક કર્મચારી જ તમામ કામ કરે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment