Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિફ્ટ સિટીમાં હેક્સાવેરની એન્ટ્રી, AI-ક્લાઉડ ટેક્નોલોજી હબ બનશે ગુજરાત:1,000 રોજગારીની તકો, CM ભૂપેન્દ્ર પટેલે નવા ડિલિવરી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું

    1 week ago

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 13 જૂન ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં હેક્સાવેર ટેક્નોલોજીઝના નવા ડિલિવરી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. ગિફ્ટ સિટીના પ્રજ્ઞા-II બિલ્ડિંગના 7મા અને 8મા માળે શરૂ થયેલું આ અત્યાધુનિક સેન્ટર ગુજરાતની ટેક્નોલોજી ઇકોસિસ્ટમ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બનશે. હેક્સાવેરની એન્ટ્રીથી AI-ક્લાઉડ ટેક્નોલોજી હબ બનશે ગુજરાત આ સેન્ટરના પ્રારંભથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડેટા એનાલિટિક્સ, ઓટોમેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જેવા અદ્યતન ક્ષેત્રોમાં નવી તકોનું સર્જન થશે તેમજ ઉચ્ચ કૌશલ્ય ધરાવતા યુવાનો માટે રોજગારીના નવા દ્વાર ખુલશે. હેક્સાવેર ટેક્નોલોજી વિશ્વની અગ્રણી ડિજિટલ અને ટેક્નોલોજી સેવાઓ પ્રદાન કરતી કંપનીઓમાંની એક છે. કંપની વૈશ્વિક સ્તરે બેંકિંગ, નાણાકીય સેવાઓ, આરોગ્ય, વીમા, ઉત્પાદન, રિટેલ, પ્રવાસન અને પરિવહન સહિતના વિવિધ ક્ષેત્રોમાં અદ્યતન ટેક્નોલોજી આધારિત સોલ્યુશન્સ પૂરા પાડે છે. ગિફ્ટ સિટીમાં હેક્સાવેરના ડિલિવરી સેન્ટરમાં 1,000 રોજગારીની તકો વિશ્વના અનેક દેશોમાં કામગીરી ધરાવતી હેક્સાવેર ટેક્નોલોજી આગામી ત્રણ વર્ષમાં આશરે 1,000 ઉચ્ચ કૌશલ્ય ધરાવતા રોજગારનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. ગિફ્ટ સિટીમાં હેક્સાવેરના ડિલિવરી સેન્ટરની સ્થાપના ગુજરાતના ટેક્નોલોજી અને નવીનતા આધારિત વિકાસને વધુ મજબૂત બનાવશે તેમજ કંપનીનું રોકાણ રાજ્યના યુવાનો માટે નવી રોજગારીની તકો ઊભી કરશે. આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, હેક્સાવેર ટેક્નોલોજીઝના સીઈઓ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આર. શ્રીકૃષ્ણ, કંપનીના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર વિકાસ કુમાર જૈન તેમજ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મહિલાના ઘરમાં ઘૂસી હુમલો કરનાર આઠમાંથી ચારની ધરપકડ:તબીબના હત્યારાઓએ જામીન પર છૂટીને પરિવાર પાસે ખંડણી માગી; કોર્ટે જેલ હવાલે કર્યા
    Next Article
    ઇન્ટરનેશનલ પ્રતિનિધિઓ આપશે હાજરી:પોરબંદરમાં ઐતિહાસિક વૈશ્વિક ‘ફર્નિચર પાર્ક સમિટ’ યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment