Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલાના ઘરમાં ઘૂસી હુમલો કરનાર આઠમાંથી ચારની ધરપકડ:તબીબના હત્યારાઓએ જામીન પર છૂટીને પરિવાર પાસે ખંડણી માગી; કોર્ટે જેલ હવાલે કર્યા

    1 week ago

    ભાવનગર શહેરમાં બે વર્ષ પહેલાં થયેલી ડૉક્ટરની હત્યાના કેસમાં જામીન પર છૂટીને તબીબની મદદ કરનાર પરિવાર પાસે ખંડણી માંગવા તેમજ ઘરમાં ઘૂસી મહિલા પર હુમલો કરવાના ચકચારી કેસમાં ઘોઘારોડ પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે ગુનામાં સામેલ 8 પૈકીના 4 મુખ્ય આરોપીઓની ગણતરીના દિવસોમાં ધરપકડ કરી લીધી છે. પકડાયેલા તમામ આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા બાદ અદાલતના આદેશથી જેલ હવાલે કરી દેવાયા છે. જ્યારે બાકીના 4 આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સારવારમાં મદદ કરવાની અદાવત રાખી ઘરમાં ઘૂસી કર્યો હતો હુમલો બનાવની વિગત એવી છે કે, ભાવનગરના એરપોર્ટ રોડ પર આવેલા યોગીનગર વિસ્તારમાં 2024ની દિવાળીની રાત્રે ડૉ. શિવરાજભાઈ લાખાણીનું ખૂન થયું હતું. તે સમયે ડૉક્ટરના ઘરે કામ કરતી મહિલા ઈલાબેનના પતિ વિજયભાઈ ગોહેલે માનવતાના ધોરણે ઇજાગ્રસ્ત તબીબ અને તેમના પુત્રને સારવાર માટે કારમાં હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આ જ બાબતની અદાવત અને દાઝ રાખીને મર્ડર કેસના આરોપીઓ જામીન પર છૂટ્યા બાદ વિજયભાઈ પાછળ પડી ગયા હતા. આરોપીઓએ જામીન મેળવવા થયેલા ખર્ચના રૂ. 4થી 5 લાખની ખંડણી માંગી ધમકી આપીને અલગ-અલગ સમયે કુલ રૂ. 20,000 બળજબરીથી પડાવી લીધા હતા. ત્યારબાદ ગત 10 જૂન, 2026ની રાત્રે ઘાતક હથિયારો સાથે ઘરમાં ઘૂસી ઈલાબેનને પાઇપના ઘા મારી બાઇકમાં તોડફોડ કરી રૂ. 25,000નું નુકસાન કર્યું હતું. ઘોઘારોડ પોલીસે આ 4 હુમલાખોરોની ધરપકડ કરી આ મામલે ઈલાબેન વિજયભાઈ ગોહીલે ગત 11 જૂનના રોજ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં 8 શખસો વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તુરંત એક્શન મોડમાં આવીને પૂર્વ આયોજિત કાવતરું રચવા, ખંડણી માંગવા અને ઘાતક હથિયારોથી હુમલો કરવા બદલ (BNS એક્ટ હેઠળ) આઠ આરોપીઓ પૈકીના નીચે મુજબના 4 શખસોને દબોચી લીધા હતા. બાકીના 4 ફરાર આરોપીને ઝડપી લેવા પોલીસની તજવીજ તેજ પોલીસે ધરપકડ કરાયેલા આ ચારેય રીઢા ગુનેગારોને ભાવનગરની કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં નામદાર અદાલતે તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ મોકલવાનો હુકમ કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય 4 ફરાર શખસો (લાલો છત્રી, પીયુષ ઉર્ફે પીલો બારૈયા, દેગુ ભીલ અને હિતેશ બટુકભાઈ ડાભી)ને પણ ઝડપી લેવા માટે ઘોઘારોડ પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમો સઘન સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    દિવ્ય ભાસ્કરના સ્ટિંગ બાદ ‘ગુજરાત એજ્યુકેશન’ પર પોલીસ તપાસ શરૂ:જૂનાગઢમાં સંચાલકની પૂછપરછ; વર્ષે 1,000 વિદ્યાર્થીના એડમિશન, કેટલાકે સરકારી નોકરી લીધી, મોટા માથાઓની સંડોવણી
    Next Article
    ગિફ્ટ સિટીમાં હેક્સાવેરની એન્ટ્રી, AI-ક્લાઉડ ટેક્નોલોજી હબ બનશે ગુજરાત:1,000 રોજગારીની તકો, CM ભૂપેન્દ્ર પટેલે નવા ડિલિવરી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment