Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમીક્ષા બેઠક યોજાઈ:કોઈ ભલામણ આધારે પાણી વધુ-ઓછું છોડવાનું દબાણ ચલાવી લેવાશે નહીં : પાટણ પાલિકા પ્રમુખ

    1 week ago

    શહેરમાં ઉનાળા અને આગામી ચોમાસા દરમિયાન પાણીની તકલીફ ન પડે તે માટે પાટણ નગરપાલિકાના હોલમાં એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. નવનિયુક્ત કોર્પોરેટરો આગામી 5થી 6 મહિનામાં પાણીના પ્રશ્નોનું સંપૂર્ણ નિરાકરણ લાવવા કટિબદ્ધ બન્યા છે. બેઠકમાં તંત્ર દ્વારા ઓપરેટરોને કડક શબ્દોમાં તાકીદ કરાઈ છે કે, પાણી વિતરણ સમાન ધોરણે થવું જોઈએ. કોઈ વગદાર કે રાજકીય નેતાની ભલામણના આધારે વધુ-ઓછું પાણી છોડવાનું દબાણ ચલાવી લેવાશે નહીં, નહિતર કડક પગલાં ભરાશે. આ બેઠકમાં ઓપરેટરોએ મોટર બગડવી, લીકેજ અને ટાંકીઓમાં કબૂતરોથી પાણી દૂષિત થવા અંગે રજૂઆતો કરી હતી. જેના ઉકેલ માટે પાલિકા હવે જ્યાં 2 મોટર છે ત્યાં 3 એમ "એડવાન્સ મોટર"ની વ્યવસ્થા કરશે. સાથે જ વોટર વર્ક્સ વિભાગને એક અલાયદું વાહન અપાશે. લાઈન રિપેરિંગ કરતા કર્મચારીઓની સુરક્ષા માટે રક્ષણાત્મક સાધનો અપાશે અને પાણીની ટાંકીઓ પર જાળીઓ ફિટ કરાશે. આ બેઠકમાં પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, કારોબારી ચેરમેન નીલમ પટેલ અને વોટર વર્ક્સ શાખાના સિનિયર ક્લાર્ક ભરતભાઈ મોદી સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સ્ટાફની ભરતી કરવા મુખ્યમંત્રીને રજૂઆત‎:સરસ્વતી એસટી ડેપોમાં એક કર્મચારી જ તમામ કામ કરે છે
    Next Article
    Monsoon Rain Live | આંધી-તોફાન સાથે જામ્યો વરસાદી માહોલ | Weather Forecast | South India | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment