Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નરેશ પટેલ અને સંઘવી વચ્ચે અડધો કલાક બંધ બારણે ચર્ચા:ખોડલધામ ચેરમેને કહ્યું- માત્ર સામાજિક ચર્ચા; અગાઉ નિવૃત્તિના સંકેત આપ્યા હતા

    1 week ago

    રાજકોટમાં સાંઢીયા પુલનું લોકાર્પણ કરી DYCM હર્ષ સંઘવી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના ઘરે પહોંચ્યા હતા. અહીં હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચે લગભગ અડધો કલાક બંધબારણે બેઠક ચાલી હતી. વર્ષ 2027 વિધાનસભાની ચૂંટણી પૂર્વેની આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ‘નરેશભાઈની શુભેચ્છા મુલાકાતની હર્ષ સંઘવીની ઈચ્છા હતી’ ધારાસભ્ય રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે , ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની એવી ઈચ્છા હતી કે આપણે નરેશભાઈ પટેલના ઘરે શુભેચ્છા મુલાકાત માટે જઈએ જેથી અહીં તેઓ મળવા આવ્યા છે. નરેશભાઈની નિવૃત્તિ એ તેમનો વ્યક્તિગત પ્રશ્ન છે અને આ મુલાકાતને હું રાજકીય રીતે જોતો નથી. હર્ષ સંઘવી ચા-પાણી પીવા માટે ઘરે આવ્યા હતા: નરેશ પટેલ આ મુલાકાત અંગે નરેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ચા-પાણી પીવા માટે મારા ઘરે આવ્યા હતા અને માત્ર સામાજિક ચર્ચાઓ જ થઈ છે આ સિવાયની કોઈપણ ચર્ચાઓ થઈ નથી. નરેશ પટેલના નિવૃત્તિના સંકેત, અનાર પટેલ લીડ કરશે? આગામી જાન્યુઆરી 2027માં કાગવડ સ્થિત ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા ભવ્યાતિભવ્ય ’દશાબ્દી મહોત્સવ 2027’નું આયોજન કરવામાં આવ્યું છે. દશાબ્દી મહોત્સવના આયોજનના ભાગરૂપે 23 મેએ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલે સર્વ સમાજને આમંત્રણ આપવા માટે માતાજીના અલગ અલગ ત્રણ રથને રાજકોટથી પ્રસ્થાન કરાવ્યું હતું જે સમગ્ર ગુજરાતમાં ફરી લોકોને ફરી આ આયોજનને ભવ્યાતિભવ્ય બનાવવા આમંત્રણ આપશે. આ પ્રસંગે નરેશ પટેલે નિવૃત્તિના પણ સંકેત આપ્યા હતા. વર્ષ 2027માં તેઓ નિવૃત્તિ લઈ શકે છે તેવા સંકેત સાથે જણાવ્યું હતું કે, અમારી ટીમ હવે સક્ષમ થઈ ગઈ છે હું આરામ કરવા માંગુ છું અને મારી જગ્યાએ ક્યારેય પણ મારા પરિવારમાંથી કોઈ નહિ આવે એની પણ ખાતરી આપું છું. ઉલ્લેખનીય છે કે નરેશ પટેલની નિવૃત્તિ બાદ અનાર પટેલ ખોડલધામને લીડ કરે તો નવાઈ નહીં. આ પણ વાંચો: નરેશ પટેલના નિવૃત્તિના સંકેત, અનાર પટેલ લીડ કરશે?
    Click here to Read More
    Previous Article
    પતિ મુંબઈમાં બીજી પત્ની અને દિકરી સાથે ઝડપાયો:ઐયાશ પતિએ સાળીના બિભસ્ત ફોટોગ્રાફ્સ ક્લીક કરીને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યા હતા
    Next Article
    30 દિવસમાં સજા કરવા યુનિ.નો કોલેજને આદેશ:સતલાસણાના પ્રોફેસરને પરીક્ષાની કામગીરી કરવા કાયમી પ્રતિબંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment