Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિ મુંબઈમાં બીજી પત્ની અને દિકરી સાથે ઝડપાયો:ઐયાશ પતિએ સાળીના બિભસ્ત ફોટોગ્રાફ્સ ક્લીક કરીને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યા હતા

    1 week ago

    લગ્નજીવનની આડમાં પતિની અય્યાશીઓ અને છેતરપિંડીનો ભોગ બનેલી મહિલાએ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાના પતિ પિયુષ વિરુદ્ધ ઘરેલુ હિંસા, દહેજની માંગણી, મારઝૂડ અને અન્ય મહિલાઓ સાથેના સંબંધો સહિતના ગંભીર આક્ષેપો સાથે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પતિના મોબાઈલ ફોનમાંથી અન્ય મહિલાનો પ્રેગ્નન્સી રિપોર્ટ મળ્યો ફરિયાદ મુજબ મહિલાના લગ્ન વર્ષ 2007માં સમાજના રીતરીવાજ મુજબ વડોદરામાં રહેતા પિયુષ સાથે થયા હતા. લગ્નના ગણતરીના દિવસોમાં જ મહિલાને પતિના મોબાઈલ ફોનમાંથી અન્ય મહિલાનો પ્રેગ્નન્સી રિપોર્ટ મળી આવ્યો હતો. આ અંગે પૂછપરછ કરતાં પિયુષ ઉશ્કેરાઈ ગયો હતો અને પત્ની સાથે મારઝૂડ શરૂ કરી દીધી હતી. પિયુષ અને મહિલા અમદાવાદ રહેવા માટે આવી ગયા હતાં. જોકે, અહીં પણ પિયુષની હરકતોમાં કોઈ ફેરફાર આવ્યો નહોતો. સાળીના બિભસ્ત ફોટોગ્રાફ્સ ક્લીક કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા મહિલાની પિતરાઈ બહેન તેમના ઘરે રોકાવા માટે આવી ત્યારે પિયુષે તેની સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. તેના બિભત્સ ફોટોગ્રાફ્સ પાડી શરીર સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ઇનકાર થતાં ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં અપલોડ કરી દેવામાં આવ્યા હતાં. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા પિયુષની ધરપકડ પણ થઈ હતી. દહેજ તરીકે રૂ. આઠ લાખની માગણી કરી જોકે, જામીન પર છૂટ્યા બાદ તેણે ફરી પત્ની પર અત્યાચાર શરૂ કર્યા હતા. પરિવારજનોના પ્રયાસોથી સમાધાન થયા બાદ પિયુષ નોકરીના બહાને મુંબઈ ગયો હતો. આ દરમિયાન તેણે પત્ની પાસેથી દહેજ તરીકે રૂપિયા આઠ લાખની માંગણી કરી હતી. મહિલાના પરિવાર દ્વારા આ રકમ આપવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પતિ મુંબઈમાં બીજી પત્ની અને દિકરી સાથે ઝડપાયો જાન્યુઆરી-2026માં મહિલા પોતાના પુત્ર સાથે મુંબઈ ગઈ હતી. જોકે, થોડા સમય બાદ એક અજાણી વ્યક્તિના ફોનથી તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ફોન કરનારે દાવો કર્યો હતો કે પિયુષ કુસુમ નામની મહિલા સાથે રહે છે અને બંનેને એક દીકરી પણ છે. વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આ માહિતીના આધારે મહિલા પોતાના ભાઈ અને પરિવારજનો સાથે મુંબઈ પહોંચી હતી. જ્યાં પિયુષ અન્ય મહિલા સાથે રહેતો હોવાનું સામે આવ્યું હતું. પતિની અય્યાશીઓ અને વર્ષો સુધી સહન કરેલા અત્યાચાર બાદ મહિલાએ આખરે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    પત્ની પાસે પાંચ લાખની માંગણી કરી પતિએ ત્રિપલ તલાક આપ્યા:પરિણીતાએ શારીરિક-માનસિક ત્રાસથઈ કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કર્યો, સાસરિયાઓ સામે ફરિયાદ
    Next Article
    નરેશ પટેલ અને સંઘવી વચ્ચે અડધો કલાક બંધ બારણે ચર્ચા:ખોડલધામ ચેરમેને કહ્યું- માત્ર સામાજિક ચર્ચા; અગાઉ નિવૃત્તિના સંકેત આપ્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment