Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્ની પાસે પાંચ લાખની માંગણી કરી પતિએ ત્રિપલ તલાક આપ્યા:પરિણીતાએ શારીરિક-માનસિક ત્રાસથઈ કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કર્યો, સાસરિયાઓ સામે ફરિયાદ

    1 week ago

    શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતી 22 વર્ષીય પરિણીતાએ પોતાના પતિ, સાસુ-સસરા, નણંદ અને નાની સાસુ સામે દહેજની માંગણી, મારઝૂડ, માનસિક ત્રાસ આપતા હતા. ઉપરાંત પતિએ પત્ની સામે ત્રણ વાર તલાક શબ્દ બોલીને છૂટાછેડા આપી દીધા હતા. સતત ત્રાસથી કંટાળેલી પરિણીતાએ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. આખરે પરીણીતાએ પતિ સહિત સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વારંવાર ત્રાસ આપી દહેજની માગણી કરી કારેલીબાગ વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન ડિસેમ્બર-2025માં અતિકઅહેમદ ઉર્ફે સાહીલ શેખ સાથે થયા હતા. લગ્ન સમયે યુવતીના માતા-પિતાએ એક્ટિવા, સોનું-ચાંદી સહિત અન્ય સામાન આપ્યો હતો. લગ્નના એક મહિના બાદ સસરાએ મકાનનો ઉપરનો માળ બનાવવા માટે પિયર પક્ષ પાસેથી રૂ. 2 લાખ લાવવાની માંગણી કરી હતી. ત્યારબાદ ગર્ભવતી બન્યા પછી સારવારના ખર્ચના બહાને રૂ. 50 હજાર પણ માંગવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. પાંચ લાખ ન આપતા ત્રિપલ તલાક આપ્યા તાજેતરમાં પતિએ ફોર વ્હીલર ખરીદવા માટે રૂ. 5 લાખ લાવવાનું દબાણ કર્યું હતું. યુવતીએ માતા-પિતાની આર્થિક સ્થિતિનો હવાલો આપી પૈસા લાવી નહી શકતા પતિ, સાસુ અને સસરાએ તેને માનસિક તથા શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ યુવતીને રાત્રે પિયર મૂકી દેવામાં આવી હતી. 10 જૂને પતિએ ફોન કરીને પૈસા નહીં લાવે તો છૂટાછેડા આપી દેવાની ધમકી આપી હતી. બાદમાં ઈન્દિરાનગર વિસ્તારમાં બોલાવી ત્રણ વખત ‘તલાક’ બોલીને છૂટાછેડા આપ્યા હતા અને મારઝૂડ પણ કરી હતી. બીજા દિવસે સાસરી પક્ષના સભ્યો યુવતીના ઘરે પહોંચી પોલીસ ફરિયાદ અંગે ધમકી આપી ગાળો અને મારઝૂડ કરી હતી. સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ આ ઘટનાથી કંટાળી ગયેલી યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિવારજનોની સતર્કતાથી તેનો બચાવ થયો હતો. સારવાર બાદ યુવતીએ પતિ સહિત પાંચ સાસરીયાઓ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    આ અઠવાડિયે સોના-ચાંદીમાં ઘટાડો રહ્યો:ચાંદીની કિંમત ₹14326 ઘટીને ₹2.43 લાખ પ્રતિ કિલો થઈ, સોનું ₹6438 સસ્તું થઈને ₹1.48 લાખ થયું
    Next Article
    પતિ મુંબઈમાં બીજી પત્ની અને દિકરી સાથે ઝડપાયો:ઐયાશ પતિએ સાળીના બિભસ્ત ફોટોગ્રાફ્સ ક્લીક કરીને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment