Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મેં તેરે પાસ આ રહા હું' સ્ટેટ્સ મૂકી યુવાનનો આપઘાત:વડોદરામાં બે યુવકોએ મિત્રના વિરહમાં એક બાદ એક જીવન ટૂંકાવ્યું, એક ટ્રેન નીચે કૂદ્યો તો બીજાએ ગળા ફાંસો ખાધો

    1 week ago

    વડોદરા શહેરમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના માણેજા વિસ્તારમાં શ્રીજીનગરમાં રહી મકરપુરા GIDCમાં ફાઈટરનું કામ કરી જીવન ગુજરાન ચલાવતા બે પરપ્રાંતિય યુવાનોના રહસ્યમય આપઘાતને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ગાઢ મિત્રતા ધરાવતા બે યુવાનોએ એકબીજાના વિરહમાં આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે બંને યુવાનોના આપઘાત મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં રહેતા યુવકે 11 જૂનના રોજ ટ્રેન સામે કૂદી જીવન ટૂંકાવ્યું હતું, ત્યારે મૃતક સાથે રહેતા અન્ય એક યુવકે મિત્રના મોતના આઘાતમાં 12 જૂનના રોજ પોતાના રૂમ પર ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બિહારમાં મિત્રના મોત બાદ વડોદરાના યુવકે ટ્રેન નીચે ઝંપલાવ્યું વાત કંઈક એમ છે કે, બિહારમાં રહેતા મિત્રએ આપઘાત કર્યાની જાણ વડોદરામાં રહેતા અને મૂળ બિહારના રવિશંકર રાજેશકુમાર પ્રસાદને થતા તે પણ મિત્રના મોતના આઘાતમાં સરી પડ્યો હતો. બાદમાં 11 જૂનના રોજ તેણે શહેરના મકરપુરા રેલવે સ્ટેશન નજીક માલગાડી સામે પડતું મૂકી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ મામલે રેલવે પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી યુવાનનો મૃતદેહ પોટલામાં ભરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. રવિશંકરના મોતના આઘાતમાં વિકાસે ગળાફાંસો ખાધો રેલવે પોલીસ દ્વારા આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ અકસ્માત નહીં પરંતુ બિહારમાં આપઘાત કરનાર મિત્રના વિરહમાં યુવાને આપઘાત કર્યો હતો. આ યુવાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સ્ટેટ્સ પણ મૂક્યું હતું. જેમાં મિત્રના મૃતદેહનો ફોટો મૂકી સ્પષ્ટ લખ્યું હતું કે, મે તેરે પાસ જલ્દ આ રહા હું. જોકે, હજુ યુવાનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયું નથી ત્યાં 12 જૂનના રોજ તેની સાથે રહેતા અને મૂળ યુપીના વિકાસ દિનેશ પ્રસાદ નામના યુવાને મિત્ર રવિશંકરના મોતના આઘાતમાં પોતાના રૂમમાં જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોસ્ટમોર્ટમ બાદ બંને યુવાનના મૃતદેહ પરિવારને સોંપશે હાલમાં વડોદરામાં રહેતા બંને યુવાનોના એક બાદ એક આપઘાતથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હજુ પરિવાર બિહાર અને યુપીથી 13 જૂનના રોજ વડોદરા આવશે, ત્યારે પોસ્ટમોર્ટમ કરી બંને યુવાનોના મૃતદેહ તેમને સોંપવામાં આવશે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે કે, રવિના આપઘાત બાદ વિકાસે પણ શા માટે આપઘાત કર્યો. હાલમાં મિત્રના વિરહમાં એક બાદ એક મિત્રના મોતથી આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અમારા ભાડુઆત વિકાસે આ પગલું ભર્યું હતું: મકાન માલિક આ અંગે મકાન માલિક માલતી રામઅવતાર મોર્યાએ જણાવ્યું હતું કે, અમને આ ઘટનાની સવારે જ ખબર પડી હતી. જ્યારે અમારા પાડોશીએ દરવાજો ખખડાવીને જણાવ્યું હતું કે, તમારા રૂમમાં કોઈએ ફાંસી લગાવી દીધી છે. અમારા ભાડુઆત વિકાસે આ પગલું ભર્યું હતું. વિકાસ અને તેનો એક સાથી છોકરો ઘણા સમયથી અમારે ત્યાં રહેતા હતા. બંને નોકરી કરતા હતા અને કોઈ તકલીફ અથવા તણાવની અમને કોઈ જાણ નથી. તેઓ નિયમિત આવતા-જતા, સાથે રસોઈ બનાવીને ખાતા-પીતા હતા. તેનો સાથી છોકરો બહાર ગયો હતો, તેથી કદાચ તેના તણાવમાં આવીને વિકાસે આ પગલું ભર્યું હોય તેમ લાગે છે. અમને આ બાબતમાં કોઈ શંકા નથી. કારણ કે અમે કોઈની અંગત બાબતોમાં દખલગીરી કરતા નથી.
    Click here to Read More
    Previous Article
    શનિવારે રાજકોટના સાંઢીયા પૂલનું સંઘવીના હસ્તે લોકાર્પણ:આકર્ષક રોશની વચ્ચે ‘હેપી સ્ટ્રીટ’માં રાજકોટવાસીઓની મોજ; બાળકોથી લઈને વૃદ્ધોએ લીંબુ ચમચી-કોથળા દોડ સહિતની રમતો રમી
    Next Article
    વિકાસના કામોમાં મટિરિયલ માટેની એજન્સી સરપંચની હોવાનું બહાર આવ્યું:પઢીયાર પંચાયતના સરપંચને હોદ્દા પરથી દૂર કરવા ટીડીઓની દરખાસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment