Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શનિવારે રાજકોટના સાંઢીયા પૂલનું સંઘવીના હસ્તે લોકાર્પણ:આકર્ષક રોશની વચ્ચે ‘હેપી સ્ટ્રીટ’માં રાજકોટવાસીઓની મોજ; બાળકોથી લઈને વૃદ્ધોએ લીંબુ ચમચી-કોથળા દોડ સહિતની રમતો રમી

    1 week ago

    રાજકોટના સુવ્યવસ્થિત અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના વધુ એક મહત્વપૂર્ણ સોપાનરૂપે જામનગર રોડ પર નવનિર્મિત ઓવરબ્રિજ, જે સાંઢિયા પૂલ તરીકે લોકપ્રિય છે, તે શનિવારથી જનતા માટે ખુલ્લો મુકાવા જઈ રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. 74.32 કરોડના ભારેખમ ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ અદ્યતન ઓવરબ્રિજનું ભવ્ય લોકાર્પણ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ્ હસ્તે 13 જૂન, 2026ને શનિવારે વિધિવત રીતે કરવામાં આવશે. આ ઐતિહાસિક અને ગૌરવશાળી ક્ષણને આવકારવા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આકર્ષક રોશનીની વચમાં ‘હેપી સ્ટ્રીટ’નો પ્રારંભ આ ભવ્ય લોકાર્પણ પૂર્વે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરવાસીઓ માટે એક અનોખી, યાદગાર અને ઉત્સાહભરી સાંજનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 12 જૂન, 2026ને શુક્રવારના રોજ રાત્રે 9:00 વાગ્યાથી એરપોર્ટ ગાર્ડન સામે, સાંઢિયા પૂલ બ્રિજ ખાતે ભવ્ય અને આકર્ષક રોશનીની વચમાં ‘હેપી સ્ટ્રીટ’નું ભવ્ય આયોજન કરાયું હતું. આ અનોખા ઉત્સવમાં બ્રિજ પર મોજ કરવા માટે હજારોની સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા અને સમગ્ર માહોલ ઉત્સવમાં ફેરવાઈ ગયો હતો. બાળકોથી લઈ વડીલોએ વિવિધ રમતો રમીને ભરપૂર આનંદ માણ્યો આ ‘હેપી સ્ટ્રીટ’ અંતર્ગત સાંઢિયા પૂલ પર નાના ભૂલકાઓથી લઈને યુવાનો અને વડીલોએ વિવિધ રમતો રમીને ભરપૂર આનંદ માણ્યો હતો. લોકોએ લીંબુ ચમચી, સાપસીડી, કોથળા દોડ, લુડો અને રસ્સા ખેંચ સહિતની પરંપરાગત અને આધુનિક રમતો રમીને ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. આ સાથે જ હજારો લોકો કરોડોના ખર્ચે બનેલા આ ભવ્ય પૂલને જોવા માટે પણ ખાસ એકઠા થયા હતા. લાંબા સમયના વિવાદો અને રાહ જોયા બાદ આખરે સાંઢિયો પૂલ શરૂ થતાં સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે. આ પૂલ કાર્યરત થવાથી રાજકોટના લોકોને વર્ષો જૂની ટ્રાફિક સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે. મહાનગરપાલિકાના મેયર ડૉ. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિ. કમિશનર તુષાર .સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ. હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા દ્વારા સંયુક્ત યાદી પ્રગટ કરીને રાજકોટવાસીઓને આ ઝગમગતી સાંજે પરિવાર અને મિત્રો સાથે ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આકર્ષક ગેમ્સ, ફિટનેસ એક્ટિવિટીઝ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન સાંઢિયા પૂલ પર આયોજિત આ ‘હેપી સ્ટ્રીટ’ અંતર્ગત વિવિધ વયજૂથના લોકો માટે અનેકવિધ આકર્ષક ગેમ્સ, ફિટનેસ એક્ટિવિટીઝ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરાયું છે. જેમાં ડિજિટલ યુગ વચ્ચે લોકોને જૂની યાદો તાજી કરાવવા લીંબુ ચમચી, રસ્સા ખેંચ, કોથળા દોડ, દોરડા કૂદ, લૂડો, સાપસીડી, હોપ્સકોચ અને પઝલ જેવી મનોરંજક રમતો રમાડવામાં આવશે. આ ઉપરાંત, બાળકો માટે વિશેષ ડ્રોઈંગ એક્ટિવિટી, સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત નાગરિકો માટે જુમ્બા અને રસિયાઓ તેમજ ખેલૈયાઓ માટે ભવ્ય ગરબાના આયોજન સાથે સમગ્ર માહોલને સંગીતમય અને લાઈટિંગથી આહલાદક બનાવવામાં આવશે, જેથી નાગરિકો દૈનિક વ્યસ્ત જીવનમાંથી મુક્તિ મેળવી સામૂહિક આનંદનો અનુભવ કરી શકે. સંઘવી એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ સુધી ઇલેક્ટ્રિક કારમાં પ્રવાસ કરીને આવે તેવી સંભાવના બીજી તરફ, શનિવારે મુખ્ય લોકાર્પણ કાર્યક્રમમાં પર્યાવરણની જાળવણી અને ઇંધણ બચાવના ઉમદા સંદેશ સાથે એક પ્રશંસનીય વહીવટી પહેલ કરવામાં આવી છે. વડાપ્રધાનની ઇંધણ બચાવની દેશવ્યાપી અપીલને માન આપીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતે હીરાસર એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ સુધી ઇલેક્ટ્રિક કારમાં પ્રવાસ કરીને આવે તેવી પ્રબળ સંભાવના છે. વહીવટી તંત્રમાં કરકસરના ભાગરૂપે મેયર ડૉ. નેહલ શુક્લે પણ મનપાના તમામ કોર્પોરેટરોને પોતાના અંગત વાહનો લાવવાને બદલે સામૂહિક વાહનનો ઉપયોગ કરવા સૂચના આપી છે. આ આયોજન હેઠળ 13 જૂનની સવારે તમામ નગરસેવકો સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે એકત્રિત થશે અને ત્યાંથી 3 ઇલેક્ટ્રિક બસો મારફત તમામને એકસાથે ગૌરવભેર લોકાર્પણ સ્થળે લઈ જવામાં આવશે. બ્રિજ શરૂ થવાથી જામનગર રોડ પર વાહનવ્યવહારની મોટી સમસ્યાનો કાયમી ઉકેલ આવશે ઉલ્લેખનીય છે કે, રાજકોટનાં સાંઢિયા પૂલની આ ભવ્યતા અને નયનરમ્ય લાઇટિંગ શહેરના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસનું પ્રતીક છે. આ બ્રિજ શરૂ થવાથી જામનગર રોડ પર વાહનવ્યવહારની મોટી સમસ્યાનો કાયમી ઉકેલ આવશે અને હજારો વાહનચાલકોનો સમય તથા ઇંધણ બચશે. મનપા પ્રશાસન દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે, "આવો... સાંઢિયા પૂલની ઝગમગાટ વચ્ચે આનંદ, ઉત્સાહ અને એકતાની અનોખી ‘હેપી સ્ટ્રીટ’નો અનુભવ કરીએ અને રાજકોટના આ અભૂતપૂર્વ વિકાસને એક ભવ્ય ઉત્સવ તરીકે સાથે મળીને ઉજવીએ.
    Click here to Read More
    Previous Article
    'મારા ચેલૈયા કુંવરને ક્યાં જઈને શોધીએ?':લોખંડનો ગેટ પકડી માતાએ ચીસો પાડી, પરિવારજનોનું હૈયાફાટ આક્રંદ, અમદાવાદ પ્લેન ક્રેશ સાઇટ પર કાળજું કંપાવતાં દૃશ્યો
    Next Article
    'મેં તેરે પાસ આ રહા હું' સ્ટેટ્સ મૂકી યુવાનનો આપઘાત:વડોદરામાં બે યુવકોએ મિત્રના વિરહમાં એક બાદ એક જીવન ટૂંકાવ્યું, એક ટ્રેન નીચે કૂદ્યો તો બીજાએ ગળા ફાંસો ખાધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment