Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિકાસના કામોમાં મટિરિયલ માટેની એજન્સી સરપંચની હોવાનું બહાર આવ્યું:પઢીયાર પંચાયતના સરપંચને હોદ્દા પરથી દૂર કરવા ટીડીઓની દરખાસ્ત

    1 week ago

    પઢીયાર પંચાયતના સરપંચ હરેન્દ્રસિંહ રાઉલજી સામે ગંભીર નાણાંકીય ગેરરીતિ અને સત્તાના દુરુપયોગના આક્ષેપોને પ્રાથમિક સમર્થન મળતા ગોધરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તેઓને હોદ્દા પરથી દૂર કરવા માટે ડીડીઓ ને દરખાસ્ત કરવામાં આવી છે. ગોધરા તાલુકાના પઢીયાર ગામમાં 15માં નાણાપંચ યોજના હેઠળ થયેલા વિકાસ કાર્યોના મટીરીયલ માટે ઇ-ગ્રામ સ્વરાજ પોર્ટલ મારફતે જય માતાજી સપ્લાયર્સ નામની એજન્સીને ઓનલાઈન પેમેન્ટ કરવામાં આવ્યું હતું. તપાસમાં ખૂલ્યું હતું કે આ જય માતાજી સપ્લાયર્સના પ્રોપરાઇટર ખુદ સરપંચ હરેન્દ્રસિંહ રાઉલજી જ છે. સરપંચની આ કાર્યવાહી ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ-30(જ) નો સીધો ભંગ છે. આ ઉપરાંત, વિકાસના કામોમાં મજૂરીના નામે નાણાં સરપંચે પોતાના અંગત ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ગામમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવાયેલા 16 ફૂટના સી.સી. રોડની બંને બાજુ થયેલા દબાણો દૂર કરવા માટે તલાટી દ્વારા તૈયાર કરાયેલી બીજી નોટિસ પર સરપંચે સહી કરવાનો ઇનકાર કર્યો હતો. અગાઉ નોટિસ આપવા છતાં ખુદ સરપંચે પોતે કરેલું દબાણ દૂર કર્યું ન હતું અને ઉચ્ચ કક્ષાએથી નોટિસ આપી ખુલાસો માંગવામાં આવવા છતાં પોતાના બચાવમાં કોઈ જવાબ રજૂ કર્યો ન હતો. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કર્યા બાદ વિસ્તરણ અધિકારી દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી જેમાં આક્ષેપો સાચા ઠર્યા હતા. પોતાની ફરજ વિરુદ્ધમાં ઈરાદાપૂર્વક કામ કરી વારંવાર બેદરકારી દાખવવા બદલ આખરે તાલુકા પંચાયત કચેરી દ્વારા સરપંચને પદ પરથી હટાવવા દરખાસ્ત મોકલવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    'મેં તેરે પાસ આ રહા હું' સ્ટેટ્સ મૂકી યુવાનનો આપઘાત:વડોદરામાં બે યુવકોએ મિત્રના વિરહમાં એક બાદ એક જીવન ટૂંકાવ્યું, એક ટ્રેન નીચે કૂદ્યો તો બીજાએ ગળા ફાંસો ખાધો
    Next Article
    Re-NEET 2026 Admit Card Highlights: NTA Announces "Candidate-Friendly" Measures, Check "Foolproof" Preparations

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment