Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ નોંધાઈ:હિંમતનગરમાં અગાઉની‎ અદાવતમાં યુવકને માર્યો‎

    1 week ago

    હિંમતનગરના ભાગ્યોદય ડેરી અંડરબ્રિજના પુલ ઉપર જૂની અદાવત રાખીને યુવક પર લોખંડના બક્કલવાળા પટ્ટા અને ગડદાપાટુથી જીવલેણ હુમલો કરતાં ભોગ બનનાર યુવકે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ મથકે ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં રહેતા અને શાક માર્કેટમાં વેપાર કરતાં 24 વર્ષીય જયેશભાઈ દશરથભાઈ પટણી ગત 9 જૂનની રાત્રે બજારમાંથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન અંડરબ્રિજ પુલ પર અગાઉથી બેઠેલા આકાશભાઈ બલાભાઈ પટણી, વિશાલભાઈ રાજુભાઈ પટણી અને નરેશભાઈ વિષ્ણુભાઈ પટણી (તમામ રહે. છાપરીયા) નામના શખ્સોએ તેમને રોક્યા હતા. આશરે બે મહિના પહેલા થયેલી બોલાચાલીની અદાવતમાં ત્રણેય જણાએ જયેશભાઈ સાથે ઝઘડો શરૂ કર્યો હતો અને વાત વણસતા આકાશ પટણીએ કમરે પહેરવાનો લોખંડના બક્કલવાળો પટ્ટો જયેશભાઈના કપાળ તથા માથાના પાછળના ભાગે ફટકારી દીધો હતો. જ્યારે વિશાલે અને નરેશે લાફા અને ગડદાપાટુનો માર માર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ઓછો ખર્ચ, વૈજ્ઞાનિક અભિગમથી બમણું આર્થિક વળતર:ખરીફ સિઝનમાં કપાસ અને દિવેલાની ખેતી આંતરપાક માટે શ્રેષ્ઠ છે
    Next Article
    હિન્દુ બનીને દોસ્તી, પછી જન્નત જવા માટે ગેંગરેપ:સાહિલ નીકળ્યો ફહીમ, પીડિતને કહ્યું- ગૌમાંસ ખા, આ મુસ્લિમ બનવાની શરત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment