Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓછો ખર્ચ, વૈજ્ઞાનિક અભિગમથી બમણું આર્થિક વળતર:ખરીફ સિઝનમાં કપાસ અને દિવેલાની ખેતી આંતરપાક માટે શ્રેષ્ઠ છે

    1 week ago

    ખેતીમાં વધતા ખર્ચ, ઓછી જમીન અને વધુ મહેનત વચ્ચે ખેડૂતો માટે આવક વધારવાના વિકલ્પોની શોધ સતત ચાલી રહી છે. આવી સ્થિતિમાં આંતરપાક એક એવી પદ્ધતિ છે જે ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. જો વૈજ્ઞાનિક પદ્ધતિથી આંતરપાક લેવામાં આવે તો ખેડૂતોને ઓછી જમીનમાં પણ વધુ નફો મળી શકે છે. ખરીફ સિઝનમાં કપાસ અને દિવેલાની ખેતી આંતરપાક માટે શ્રેષ્ઠ છે. કેમ કે રાજ્યમાં ખરીફ સિઝનમાં 84 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થાય છે. જેમાં કપાસનો વાવેતર વિસ્તાર 20 લાખ હેક્ટરથી વધુનો અને દિવેલાનો વાવેતર વિસ્તાર પોણા 7 લાખ હેક્ટર જેટલો રહે છે. કપાસ અને કઠોળ વર્ગના પાકોના વૈજ્ઞાનિક આંતરપાકથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે, રાસાયણિક ખાતરોની જરૂરિયાત ઘટે છે અને એક જ ખેતરમાંથી બે પાકનું ઉત્પાદન મેળવી શકાય છે. આંતરપાકોની વૈજ્ઞાનિક વાવેતર પદ્ધતિ - દિવેલા અને મગફળી, અડદ, મગનો આંતરપાક: 15 જૂનથી 14 જુલાઈ આસપાસ મગફળી, અડદ અથવા મગની બે હાર વચ્ચે 30 CM નું અંતર રાખીને ત્રણ હારનું વાવેતર કરવું. ત્યારબાદ દિવેલાની એક હાર વાવવા માટે જગ્યા મુકવી, જેમાં 15 ઓગસ્ટ આસપાસ 150 CM અંતર સાથે દિવેલાનું વાવેતર કરવું. - કપાસ સાથે દિવેલાનો આંતરપાક: 15 જૂન આસપાસ કપાસની બે હાર વચ્ચે 60 CM નું અંતર રાખીને ત્રણ હારનું વાવેતર કરવું. ત્યારબાદ દિવેલાની એક હાર વાવવા માટે જગ્યા મુકવી, જેમાં 15 ઓગસ્ટ આસપાસ 180 CM અંતર સાથે દિવેલાનું વાવેતર કરવું. આંતરપાકના ફાયદાઓ - મુખ્ય પાક સાથે કઠોળ વર્ગના પાકનું આંતરપાક તરીકે વાવેતર કરવાથી જમીનની ફળદ્રુપતા અસરો વગર સુધરે છે. મુખ્ય પાકના ઉત્પાદન સાથે ગૌણ પાકનું પણ ઉત્પાદન મેળવીને ખેડૂત આવકમાં મોટો વધારો કરી શકે છે. - કઠોળ વર્ગના પાકોની મૂળગંડીકાઓમાં નાઇટ્રોજન સ્થિર કરનાર બેક્ટેરિયા હોય છે જે હવામાંના નાઈટ્રોજનને એકત્ર કરી જમીનમાં ઉમેરે છે, જેનાથી મુખ્ય પાકમાં રાસાયણિક નાઇટ્રોજનયુક્ત ખાતરો ઓછા વાપરવા પડે છે. - આ પાકો કવરપાક તરીકે કામ કરતા હોવાથી જમીનમાં ભેજ લાંબો સમય જળવાઈ રહે છે અને પરિણામે ઓછા ખર્ચે વધુ આવક મળે છે. આનાથી જમીનમાં સપ્રમાણ વાવેતર વિસ્તાર પણ જળવાય છે અને પાકોમાં રોગ-જીવાતનું પ્રમાણ ઘટે છે. કપાસ સાથે આંતરપાકનું ઝોનવાઇઝ આયોજન - દક્ષિણ ગુજરાત - પિયત કપાસ: બે હાર વચ્ચે 120 CM અંતર સાથે વાવણી કરીને એક હાર સોયાબીન, મગ અથવા અડદનું વાવેતર કરવું. બિનપિયત કપાસ: કપાસની બે હાર સાથે અડદ અથવા મગની બે હારનું વાવેતર કરવું. - ઉત્તર ગુજરાત: બે હાર વચ્ચે 120 CM અંતર સાથે વાવણી કરીને મગફળીની બે લાઈન વચ્ચે 30 CM અંતર સાથે બે હારનું વાવેતર કરવું. - સૌરાષ્ટ્ર: કપાસની એક લાઈન સાથે તલની એક લાઈનનું આંતરપાક તરીકે વાવેતર કરવું. દિવેલા આધારિત આંતરપાકોનું આર્થિક વિશ્લેષણ (પ્રતિ હેક્ટર) - દિવેલા સાથે મગફળી: માત્ર દિવેલાની ખેતીમાં પ્રતિ હેક્ટર 3378 કિલો ઉત્પાદન સાથે રૂ. 2.22 લાખની આવક મળી શકે છે. જ્યારે આંતરપાક પદ્ધતિમાં 1027 કિલો દિવેલા અને 3026 કિલો મગફળીનું ઉત્પાદન મળી કુલ 4270 કિલો દિવેલા સમકક્ષ ઉત્પાદન મળી શકે. પ્રતિ હેક્ટર રૂ. 2.81 લાખની આવક મળતાં આંતરપાક પદ્ધતિથી માત્ર દિવેલાની ખેતી કરતાં આશરે રૂ. 58,872 વધુ આવક મળી શકે. - દિવેલા સાથે અડદ: માત્ર દિવેલાની ખેતીમાં પ્રતિ હેક્ટર 2454 કિલો ઉત્પાદન સાથે રૂ. 1.61 લાખની આવક મળી શકે. જ્યારે દિવેલા અને અડદના આંતરપાકમાં 2179 કિલો દિવેલા તથા 666 કિલો અડદનું ઉત્પાદન મળી કુલ 2966 કિલો દિવેલા સમકક્ષ ઉત્પાદન થઇ શકે છે. પ્રતિ હેક્ટર રૂ. 1.95 લાખની આવક સાથે આંતરપાક પદ્ધતિથી માત્ર દિવેલાની ખેતી કરતાં રૂ. 33,792 વધુ આવક મળી શકે. - દિવેલા સાથે મગ: માત્ર દિવેલાની ખેતીમાં પ્રતિ હેક્ટર 2454 કિલો ઉત્પાદન સાથે રૂ. 1.61 લાખની આવક મળી શકે. જ્યારે દિવેલા અને મગના આંતરપાકમાં 631 કિલો દિવેલા તથા 2218 કિલો મગનું ઉત્પાદન મળતાં કુલ 3059 કિલો દિવેલા સમકક્ષ ઉત્પાદન મળી શકે. પ્રતિ હેક્ટર રૂ. 2.01 લાખની આવક મળી શકે. આંતરપાક પદ્ધતિથી માત્ર દિવેલાની ખેતી કરતાં રૂ. 39,930 વધુ આવક મળી શકે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના ખાડાએ પટેલ સાહેબનું પાણી માપી લીધું:મંત્રીએ ફોટાના શોખીન અધિકારીઓને વાંકા વાળી દીધા; પ્રફુલ પાનસેરિયા કરતાલ લઈને મંદિરમાં બેસી ગયા
    Next Article
    ફરિયાદ નોંધાઈ:હિંમતનગરમાં અગાઉની‎ અદાવતમાં યુવકને માર્યો‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment