Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભીલાડમાં એક લાખના ગાંજા સાથે યુવક ઝડપાયો:ઉત્તર પ્રદેશનો શ્રમિક પકડાયો, બે વોન્ટેડ જાહેર

    1 day ago

    વલસાડ જિલ્લાના ભીલાડમાં પોલીસે ગેરકાયદેસર માદક પદાર્થો સામે કડક કાર્યવાહી કરી છે. ભીલાડ પૂર્વ બજારમાંથી ₹૧.૦૫ લાખથી વધુના ગાંજાના જથ્થા સાથે ઉત્તર પ્રદેશના એક યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. આ કેસમાં અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. પોલીસે ભીલાડ પૂર્વ બજારમાં આવેલા 'નૂર કાંદા બટાકા સેન્ટર' દુકાનની પાછળની ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, શંકાસ્પદ હાલતમાં ઉભેલા 20 વર્ષીય સંતોષ કાશીનાથ ગૌડની તલાશી લેવામાં આવી હતી. તેની પાસેની બ્રાઉન કલરની બેગમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. સંતોષ ગૌડ મૂળ ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લાના નરૌલી ગામનો વતની છે અને હાલ મહારાષ્ટ્રના પાલઘરમાં મજૂરી કામ કરતો હતો. પોલીસ તપાસમાં આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓના નામ ખુલ્યા છે. જેમાં પાલઘર, મહારાષ્ટ્રનો રોશન ચૌધરી અને રાંચી, ઝારખંડનો પંજા (પૂરું નામ અજ્ઞાત)નો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભીલાડ પોલીસે આરોપી પાસેથી કુલ ₹1,05,975નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 2.016 કિલોગ્રામ ગાંજો (અંદાજિત કિંમત ₹1,00,800), એક મોબાઈલ ફોન (કિંમત ₹5,000) અને રોકડ રકમનો સમાવેશ થાય છે. આ મામલે ભીલાડ પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    દાદરા નગર હવેલીના સીદોની થોરાતપાડામાં શોર્ટ સર્કિટથી આગ:ગરીબ પરિવારનું ઘર ભસ્મીભૂત, આજીવનની કમાણી અને ઘરવખરી નષ્ટ
    Next Article
    અમરેલીના કડીયાળીમાં પ્રેમસંબંધમાં યુવકની હત્યા:યુવતીને મળવા જતા પિતા સહિતનાએ માર મારી મોતને ઘાટ ઉતાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment