Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીના કડીયાળીમાં પ્રેમસંબંધમાં યુવકની હત્યા:યુવતીને મળવા જતા પિતા સહિતનાએ માર મારી મોતને ઘાટ ઉતાર્યો

    1 day ago

    અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામમાં પ્રેમસંબંધના મામલે એક યુવકની હત્યા થઈ છે. રાજેશભાઈ લક્ષ્મણભાઈ બાંભણિયા નામના યુવકનું માર મારવાને કારણે મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક રાજેશભાઈને એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો. જ્યારે રાજેશભાઈ યુવતીને મળવા ગયા હતા, ત્યારે યુવતીના પિતા સહિત કેટલાક લોકોએ તેમને ઢોર માર માર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે રાજેશભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના બાદ જાફરાબાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ડીવાયએસપી નયના ગોરડિયાના નેતૃત્વ હેઠળ જાફરાબાદ પીઆઈ મુકેશ દેસાઈ સહિત પોલીસ ટીમ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. ડીવાયએસપી નયના ગોરડિયાએ આ અંગે જણાવ્યું હતું કે, જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામમાં પ્રેમસંબંધમાં યુવકની હત્યા થઈ છે. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે અને આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભીલાડમાં એક લાખના ગાંજા સાથે યુવક ઝડપાયો:ઉત્તર પ્રદેશનો શ્રમિક પકડાયો, બે વોન્ટેડ જાહેર
    Next Article
    Ground Report | અલનીનો ચોમાસું નબળું પાડશે? | ચોમાસા પહેલા ખાતરનો કકળાટ | Gujarat Monsoon Update

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment