Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાદરા નગર હવેલીના સીદોની થોરાતપાડામાં શોર્ટ સર્કિટથી આગ:ગરીબ પરિવારનું ઘર ભસ્મીભૂત, આજીવનની કમાણી અને ઘરવખરી નષ્ટ

    23 hours ago

    દાદરા નગર હવેલીના સીદોની ગ્રામ પંચાયતના થોરાતપાડા વિસ્તારમાં શોર્ટ સર્કિટના કારણે એક ગરીબ પરિવારનું ઘર બળીને ખાખ થઈ ગયું છે. આ દુર્ઘટનામાં પરિવારની આજીવનની કમાણી અને ઘરવખરી નષ્ટ થઈ ગઈ. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સીદોની થોરાતપાડામાં રહેતા પ્રકાશભાઈ થોરાતના કાચા-પાકા મકાનમાં આજે બપોરે પરિવારના સભ્યો દૈનિક કામકાજમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક વાયરિંગમાં શોર્ટ સર્કિટ થયું હતું. વીજળીના તણખા ઝરતા બાજુમાં પડેલી જ્વલનશીલ સામગ્રીએ આગ પકડી લીધી હતી. પળવારમાં જ આખા ઘરમાં ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા અને આગની જ્વાળાઓએ ઘરને ચારેય તરફથી ઘેરી લીધું. આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ગ્રામજનોએ તાત્કાલિક એકઠા થઈને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગની તીવ્રતા વધુ હોવાથી આખું ઘર ભસ્મીભૂત થઈ ગયું. આ ભયાનક અગ્નિકાંડમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પરિવારના સભ્યો સમયસર ઘરની બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા. જોકે, ઘરમાં રાખેલું અનાજ, કપડાં, વાસણો અને તમામ ઘરવખરી બળીને કોલસો થઈ ગઈ છે. વર્ષોની મહેનતથી ઉભું કરેલું ઘર નષ્ટ થતાં પ્રકાશભાઈનો પરિવાર ખુલ્લા આકાશ નીચે આવી ગયો છે. ઘટનાની જાણ થતાં જ સીદોની ગ્રામ પંચાયતના આગેવાનો અને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે નુકસાનીનો પ્રાથમિક તાગ મેળવ્યો. સ્થાનિક ગ્રામજનો અને આગેવાનોએ વહીવટી તંત્ર સમક્ષ પીડિત પરિવારને વૈકલ્પિક રહેઠાણ અને ત્વરિત આર્થિક સહાય આપવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    કોલકાતાની સરકારી બિલ્ડિંગમાં આગ, 4 હજાર EVM બળી ગયા:મંત્રી બોલ્યા- 10 બેઠકો પર ઉપયોગમાં લેવાયા હતા, ષડયંત્રની આશંકા; TMC, AAP બોલ્યા- ભાજપ જવાબ આપે
    Next Article
    ભીલાડમાં એક લાખના ગાંજા સાથે યુવક ઝડપાયો:ઉત્તર પ્રદેશનો શ્રમિક પકડાયો, બે વોન્ટેડ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment